કોરોનાના કારણે વસ્ત્રાપુરમાં ફફડાટઃ નાગરીકો રામભરોસે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: એક તરફ કોવિડ-૧૯ને લઈને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચેલો છે.રોજના હજારો કેસ સામે આવતા કેટલાંય દેશોમાં સરકાર એનજીઓ સહિત નાગરીકોમાં પણ ભય ફેલાયેલો છે અને તમામ એક સાથે કોરોનાને હરાવવા કમર કસી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ શહેર આ મામલે ભારતમાં ટોપ પમાં આવતું હોવા છતાં તંત્રની લાલિયાવાડી અવારનવાર સામે આવી રહી છે. અનેક લોકો કોરોનાની સારવારમાં લબાડ ખાતું-લાપરવાહી ચાલતું હોવાનો આક્ષેપ કરે છે.
ઉપરાંત કેટલાંય સ્થળોએ કોરોનાના કેસ આવવા છતાં હવે કોઈને રોકટોક કરવામાં આવતી નથી. આવી જ પરિસ્થિતિ વસ્ત્રાપુરમાં આવેલા માનસી ચાર રસ્તા નજીક જજીસ બંગ્લો વિસ્તારમાં છે. જ્યાં એક ફલેટમાં ઘણા કેસો આવતા અન્ય રહીશો પલાયન થઈ ગયા છે. જ્યારે ફલેટના ઝાંપે પોલીસ પોઈન્ટ ગોઠવ્યો હોવા છતાં ત્યાંના રહીશો બિંદાસ્ત રીતે અવરજવર કરી રહ્યા છે. કોરોનાની ગંભીરતા સમજતા આસપાસના રહીશો આ કારણે ભયભીત છે. અને ઘરની બહાર નીકળતા ગભરાઈ રહ્યા છે.
જજીસ બંગલો રોડ ઉપર સ્વામીનારાયણ મંદિર નજીક આવેલા સેટેલાઈટ સેન્ટરમાં કોરોનાના દર્દી આવતા ત્યાંના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. ધીમે ધીમે દર્દીઓની સતાવાર સંખ્યા નવે પહોંચતા ફલેટમાં રહેતા અન્ય રહીશો કોરોનાની દહેશતને કારણે સેટેેલાઈટ સેન્ટર છોડીને પોતાના સગા-સંબંધીઓને ત્યાં પલાયન થઈ ગયા છે.
બીજી તરફ કેસોની સંખ્યા વધતા તંત્ર દ્વારા ત્યાં પોઈન્ટ ગોઠવીને બે પોલીસ કોન્સ્ટેબલને તૈનાત કરવામાં આવ્યા હતા. જા કે પોલીસ શોભાના ગાંઠીયા બની રહ્યા છે. અને વ†ાપુરમાં કોરોનાનું હબ બનવા છતાં સેટેલાઈટ સેન્ટરમાં રહેતા લોકો કોઈપણ જાતની રોકટોક વગર આવ-જા કરીર હ્યા છે. જેને પગલે વ†ાપુરમાં આ રોગના ચેપ લાગવાની અને કેસ વધવાની સંભાવના ખુબ જ વધી ગઈ છે.
વળી, આ રેહણાંક વિસ્તાર છે જેથી આ સમગ્ર Âસ્થતિને કારણે આસપાસની સોસાયટી ફલેટના રહીશો ગભરાઈ ગયા છે. અને ઘરમાં ભરાઈ ગયા છે. જેને પરિણામે અનલોક-૧ ચાલતું હોવા છતાં આ વિસ્તારમાં સ્વયંભૂ કર્ફ્યુ જેવો જ માહોલ સર્જાયો છે. ફફડાટમાં રહેતા લોકોની દરકાર કોર્પોરેશન કરતું હોય તેમ લાગતું નથી. કારણ કે સેટેલાઈટ સેન્ટરમાં કોવિડ-૧૯ના નવ કેસ આવેલા છે. ઉપરાંત એક દર્દીનું મૃત્યુ પણ થઈ ચુક્યુ છે. તેમ છતાં પોલીસ પોઈન્ટ બેસાડીને તંત્રએ સંતોષ માની લીધો છે. કોરોના વોરિયર તરીક પ્રખ્યાત થવા માંગતા અધિકારીઓ પણ આ તરફ ધ્યાન આપી રહ્યા નથી અને નિષ્ક્રીયતા દાખવી રહ્યા છે.ે ફલેટની આસપાસ રહેતા લોકો રામ ભરોસે હોય એવો માહોલ ઉભો થયો છે.
બીજી તરફ સેટેલાઈટ સેન્ટરમાંથી ઘર છોડીને ગયેલા તથા ત્યાં જ રહેતા અન્ય લોકોની પણ તપાસ કરવામાં આવે તો કોરોનાના કેસોનો આંકડો ખુબ જ મોટો થવાની શક્યતાઓ છે. જા કે શહેરનો સૌથી ઝડપી વિકસીત તથા પાશ વિસ્તાર ગણાતો હોવા છતાં અહીં ેલહોરીયા ખાતું બેદરકારી ચલાવીને લોકોના આરોગ્ય પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી રહી છે.