Western Times News

Gujarati News

સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગાંધી વિચાર આજે પણ પ્રસ્‍તૃત છે : ચૂડાસમા

નડિયાદ : શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્‍દૃ્સિંહ ચૂડાસમાએ (Education Minister Bhupendra Sinh Chudasama) Nadiad ૧૫૦મી ગાંધી જયંતિએ (150 years of Gandhi jayanti Celebration) નડિયાદમાં આયોજિત સ્‍વચ્‍છતા એ જ સેવા અંતર્ગત યોજાયેલ સ્‍વચ્‍છતા જનજાગૃત્તિ રેલીને શહેરના સરદાર પટેલ ભવન (Sardar Patel Bhawan) ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. મંત્રીશ્રી ચુડાસમા, સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ (Devusinh Chauhan), જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ(Nayana Patel) , કલેકટરશ્રી સુધીર પટેલ (Collector Sudhir Patel), જિલ્‍લા વિકાસ અધિકારી ગાર્ગી જૈન (District Development officer Gargi Jain) , જિલ્‍લા પોલીસ અધિક્ષક દિવ્‍ય મિશ્રએ પૂ.બાપૂની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલી અર્પણ કરી હતી.

શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્‍દૃ્સિંહ ચૂડાસમા સહિત મહાનુભાવો અને ઉચ્‍ચ અધિકારીઓ મહાશ્રમદાન કાર્યક્રમમાં જોડાઇ પ્‍લાસ્‍ટીક કચરો એકત્રીત કર્યો હતો. શ્રી ચૂડાસમાએ દેશના પૂર્વ વડાપ્રધાનશ્રી લાલબહાદૂર શાસ્‍ત્રીને તેમની જન્‍મ જયંતિએ ભાવાંજલિ આપી હતી.પૂ.બાપૂની ૧૫૦મી જન્‍મ જયંતિએ નડિયાદ શહેર ગાંધીમય બન્‍યું હતું.

શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્‍દૃ્સિંહ ચૂડાસમાએ પૂ. મહાત્‍મા ગાંધીજીના મૂલ્‍યો અને આદર્શોને જીવનમાં આત્‍મસાત કરવાની શીખ આપતા જણાવ્‍યું કે સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગાંધી વિચાર આજે પણ પ્રસ્‍તૃત છે. રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના સ્‍વચ્‍છ ભારતના સ્‍વપ્‍નને સાકાર કરવા, પર્યાવરણને પ્રદુષિત થતું અટકાવવા, સિંગલ યુઝ પ્‍લાસ્‍ટીકના કચરાથી મુક્ત ભારતના સંકલ્‍પને પરિપૂર્ણ કરવા સૌને સંકલ્‍પબધ્‍ધ થવા તેમણે હાકલ કરી હતી.

શિક્ષણમંત્રીશ્રી  ચૂડાસમાએ પૂ.બાપૂના સત્‍ય, અહિંસા, સામાજિક સમતા, સમરસતાના વિચારોને જીવનમાં ઉતારીશું તો જ રાષ્‍ટ્રપિતા ગાંધીજીને સાચી શ્રધ્‍ધાંજલી આપી ગણાશે તેમ જણાવ્‍યું હતું.

જળવાયુ પરિવર્તનના આધુનિક યુગમાં વિશ્‍વ સામે ગ્‍લોબલ વોમિંગના પડકારો ઉભા થયા છે તેનો ઉકેલ આજે આપણને ગાંધી વિચારમાંથી મળે છે. તેનો ઉલ્‍લેખ કરતાં મંત્રીશ્રીએ ગ્‍લોબલ વોમિંગની સમસ્‍યાને પહોંચી વળવા અને પર્યાવરણનું સંતુલન જાળવવા મહત્તમ વૃક્ષો વાવવા તેમણે જણાવ્‍યું હતું.

મંત્રીશ્રીએ પ્‍લાસ્‍ટીકને બદલે કાગળ કે કાપડની થેલીઓને ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.  સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણે ગાંધી વિચાર, દર્શન, ચિંતન જનજન સુધી પહોંચાડી પૂ.બાપૂની ૧૫૦મી જન્‍મ જયંતિએ સૌને સિંગલ યુઝ પ્‍લાસ્‍ટીક મુક્ત ભારતના નિર્માણ માટે સંકલ્‍પબધ્‍ધ બનવા જણાવ્‍યું  હતું.

પૂ. બાપૂ સ્‍વચ્‍છતાના આગ્રહી હતા એટલું જ નહીં તેમનું જીવન પણ સાદગી પૂર્ણ હતું તેનો ઉલ્‍લેખ કરતાં શ્રી ચૌહાણે પૂ. બાપૂના જીવનમાંથી પ્રેરણા લઇ સ્‍વચ્‍છ ભારતના નિર્માણમાં સહભાગી થવા જણાવ્‍યું હતું. સ્‍વચ્‍છતા જનજાગૃત્તિ રેલીમાં જોડાયેલ સૌ સંતરામ મંદિરના પટાંગણમાં પૂ. બાપૂની ૧૫૦મી જન્‍મજયંતિએ સ્‍વચ્‍છતા અને સિંગલ યુઝ પ્‍લાસ્‍ટીક મુક્ત ભારતના નિર્માણના સંકલ્‍પ લીધા હતા.

મહાનુભાવોએ અખંડ ભારતના શિલ્‍પી સરદાર સાહેબ અને ભારતના બંધારણના ઘડવૈયા ર્ડા. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજા, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના કે.ડી.લાખાણી, પદાધિકારીઓ, નગરસેવકો સહિત વિશાળ સંખ્‍યામાં નગરજનો અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.