સમગ્ર વિશ્વમાં કોરોનાના ૨ કરોડ ૧૮ લાખ કેસ નોંધાયા
વોશિંગ્ટન, સમગ્ર વિશ્વમાં કોરોનાના ચેપના ૨ કરોડ ૧૮ લાખ ૨૪ હજાર ૧૪ કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમાંથી ૧ કરોડ ૪૫ લાખ ૫૮ હજાર ૩૧૦ દર્દી સ્વસ્થ થયા છે જ્યારે ૭ લાખ ૭૩ હજાર ૨૮ના મોત થયા છે. અમેરિકામાં મોતનો આંકડો ૧ લાખ ૭૦ હજાર ને પાર થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૪૮૩ મોત થયા હતા. ન્યૂઝીલેન્ડમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને લોકસભા ચૂંટણી ટાળવાનો ર્નિણય કર્યો છે. વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને રવિવારે કહ્યું કે હવે ચૂંટણી ૧૭ ઓક્ટોબરે યોજાશે. ચૂંટણી માટે પહેલા ૧૯ સપ્ટેમ્બરનો સમય નક્કી કરવામા આવ્યો હતો. અત્યાર સુધી દેશમાં ૧૬૨૨ કેસ નોંધાયા છે અને ૨૨ લોકોના મોત થયા છે. તેથી ચૂંટણી મુલતવી રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
ફ્લોરિડા, ટેક્સાસ અને સુલિયાનામાં સૌથી વધુ લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ રવિવારે કહ્યું કે દેશમાં ફ્લૂની સીઝન શરૂ થવાની છે તેથી સંક્રમણના કેસ વધી શકે છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેન્લ્યૂએશન અનુસાર આવનારા મહિનાઓમાં અહીં મોતનો આંકડો ૩ લાખને પાર જઇ શકે છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ ૭૫ ટકા વધી શકે છે.
ઇટલીએ સોમવારે ત્રણ અઠવાડિયા માટે દેશના દરેક નાઇટક્લબ અને ડિસ્કોને બંધ કરવાની જાહેરાત કરી છે. અમુક વિસ્તારોમાં સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી લોકોને માસ્ક પહેરવું જરૂરી કરવામા આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી રોબર્ટો સ્પેરાંજાએ રવિવારે કહ્યું કે આ બીમારીના લીધે થયેલા મોતને નજરઅંદાજ ન કરી શકાય. લોકોની સુરક્ષા માટે આ ર્નિણય જરૂરી છે.SSS