Western Times News

Gujarati News

સમતા વિધાવિહાર સંકુલમાં ગરીબ બાળકો માટે ગ્રંથાલયનું લોકાર્પણ

પાલનપુર ખાતે મંત્રી પ્રદીપભાઇ પરમારનું બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ દ્વારા સન્માન કરાયું

(માહિતી બ્યુરો, પાલનપુર) પાલનપુર સમતા વિધાવિહાર સંકુલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી પ્રદીપભાઇ પરમારનું બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મંત્રીશ્રી પ્રદીપભાઇ પરમાર અને બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઇ પટેલના હસ્તે ગ્રંથાલયનું લોકાર્પણ અને પ્રયોગશાળાનું ખાતમૂર્હત કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે મંત્રીશ્રી પ્રદીપભાઇ પરમારે પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું કે, આજે બનાસકાંઠા જિલ્લા વણકર સમાજના શ્રેષ્?ઠીઓ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પાલનપુર ખાતે ગરીબ બાળકોના અભ્યાસ માટે નિર્માણ પામેલ શૈક્ષણિક સંકુલ જાેઇને આનંદ થાય છે.

તેમણે કહ્યું કે, બંધારણના ઘડવૈયા ર્ડા. બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી વિધાર્થીઓ પ્રેરણા મેળવી આગળ વધી શકે તે માટે શાળાના પ્રાંગણમાં તેમનું સરસ સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે. તેમણે આ સંકુલના દાતાશ્રીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, સમાજ માટે કરવામાં આવેલા સેવાકાર્યોથી આવનારી પેઢીઓને ખુબ મોટો ફાયદો થશે.

મંત્રીશ્રીએ કહ્યું કે, સમાજના વિકાસ માટે શિક્ષણ ખુબ જ જરૂરી છે ત્યારે આપણા બાળકોને સારું શિક્ષણ અપાવી ઉચ્ચ સ્થાને પહોંચાડીએ. તેમણે કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સપનાના રાષ્?ટ્રના નિર્માણ માટે બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવી દેશને વિકસીત રાષ્ટ્રની હરોળમાં મુકીએ.

આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલે સમાજના આગેવાનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, સમાજ માટે કરેલું કામ હંમેશા ઉગી નિકળતું હોય છે. સમાજ માટે આજે કરેલી મહેનત આવતીકાલની પેઢીને આગળ લઇ જવામાં મદદરૂપ બનશે. તેમણે શિક્ષણ પર ભાર મુકતા જણાવ્યું કે, કોઇપણ વ્યક્તિ, સમાજ કે રાષ્?ટ્રનો વિકાસ શિક્ષણ સિવાય શક્ય જ નથી

ત્યારે શિક્ષણને પ્રાથમિકતા આપી આપણા બાળકો વચ્ચે દિકરી- દિકરાનો ભેદભાવ રાખ્યા સિવાય તેમનો સમાનતાથી ઉછેર કરી ઉચ્ચ શિક્ષણ અપાવીએ. સાંસદશ્રીએ કહ્યું કે, આ ૨૧ સદી એ વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. આ સમયમાં કોઇપણ વ્યક્તિ ઉચ્ચ શિક્ષણ મેળવીને દરેક ક્ષેત્રમાં પ્રગતિના સોપાનો સર કરી આગળ વધી શકે છે.

તેમણે કહ્યું કે, રાજયના છેવાડાના વિસ્તારના બાળકો પણ ભણી-ગણીને આગળ વધે તે માટે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર શાળાઓ, કોલેજાે, આઇ.ટી.આઇ. અને કૌશલ્ય વર્ધન કેન્દ્રો સહિતની શિક્ષણ માટેની વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે તેનો લાભ લઇ આપણા બાળકોને ભણાવીને તેમની આવતીકાલને સુખી અને સમૃધ્ધ બનાવીએ.

આ પ્રસંગે મંત્રીશ્રીનું શાલ-પુષ્પગુચ્છ અને વણકર સમાજની ઓળખ સમા રેટીંયા વડે સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્યશ્રી મણીભાઇ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા વણકર સમાજના પ્રમુખશ્રી સુરેશભાઇ ડાભી, સમાજના અગ્રણીઓ

સર્વશ્રી આર.એમ.મહેરીયા, શ્રી પ્રહલાદભાઇ પરમાર, શ્રી કાળીદાસ પરમાર, ર્ડા. બી. ડી. બસ્વૈચા, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામકશ્રી એચ.આર.પરમાર, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી અતુલ છાસીયા સહિત અધિકારીઓ- પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.