સમની ગામે બંધ મકાનનું તાળું તોડી ૧.૪૨ લાખની ચોરી
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના સમની ગામે મસ્જિદ ફળિયામાં રહેતો પરિવાર આમોદ લગ્ન પ્રસંગમાં ગયો અને અજાણ્યા તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી ૧.૪૨ લાખની ચોરી કરી પલાયન થઈ ગયા.જેથી આમોદ પોલીસે ચોરી અંગેની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના મસ્જિદ ફળિયામાં રહેતા તોસિફ રહેમ્તુલ્લા સુલેમાન ખલિફા પોતે હેર સલૂન ની દુકાન ધરાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.ગત ૧૪ મી ફેબ્રુઆરીના રોજ સાંજે ચાર કલાકે તોસિફ તથા તેમનો પરિવાર પોતાના ઘરે તાળું મારીને આમોદ લગ્ન પ્રસંગમાં ગયો હતો.
જે ૧૫ મી ફેબ્રુઆરી એ લગ્ન પ્રસંગ પતાવી પરત સમની ગામે રાત્રે આવ્યો હતો.ત્યારે તેમના મકાનનું તાળું તૂટેલી હાલતમાં નીચે પડ્યું હતું.તેમજ તિજાેરી ખુલ્લી હતી અને તિજાેરીમાંનો સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો.અજાણ્યા ચોર મકાન માંથી સોનાની ચાર વસ્તુઓ તથા ચાંદીની બે વસ્તુઓ તેમજ રોકડ મળી કુલ ૧,૪૨,૧૦૦ નો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયો હતો
જેની જાણ આમોદ પોલીસને કરતા પોલીસે આજ રોજ ફરિયાદ નોંધી અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.આ ઉપરાંત આમોદ પોલીસે ચોરી અંગેનો ગુનો ઉકેલવા માટે એફ.એસ.એલ. તથા ડૉગ સ્કોર્ડની પણ મદદ લીધી હોવાનું જાણવા મળ્યું છે.