સમસ્ત લેઉવા પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ જયરામભાઈ પટેલનું અવસાન
નવસારી, સમસ્ત લેઉવા પાટીદાર સમાજ ટ્રસ્ટ, નવસારીના પ્રમુખ જયરામભાઈ ડાહ્યાભાઈ પટેલ (ઉ.ઢવ. ૭પ, ટીંબા) નું તા. રરમીને રવિવારના રોજ અવસાન થતાં સમગ્ર પાટીદાર સમાજ તેમજ નવસારી પંથકમા ઘેરા શોકની લાગણી પ્રસરી હતી.
સમાજના પથદર્શક અને અભારસ્તંભ એવા જયરામભાઈ છેલ્લાં રપ વર્ષથી સમાજના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં હતા.
તેમના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાતનું ઘરેણું કહી શકાય એવા ભવ્ય નવીનચંદ્ર સાંસ્કૃતિક ભવન (તીધરા) નું નિર્માણ થયું હતું.
આ ઉપરાંત સમાજ દ્વારા દ.ગુ.ની વિવિધ શૈક્ષણિક, સેવાકીય તેમજ આરોગ્યલક્ષી સંસ્થાઓને માતબર દાન આપવા સાથે ડાંગ જીલ્લાના શિવારીમાળ અને ભેંસકાતરી ગામે આશ્રમશાળાનું પણ નિર્માણ થયું હતું.
સ્વર્ગસ્થમાં દીર્ઘદ્રષ્ટિ, સૂઝબૂઝ અને સંગઠનની ભાવનાને કારણે સમગ્ર પંથકમાં ખૂબ જ લોકચાહના મેળવોી હતી.
સ્વર્ગસ્થના પાર્થિવ દેશને અંતિમ દર્શન માટે સંસ્થાના નવીનચંદ્ર સાંસ્કૃતિક ભવન (તીધરા) ખાતે મૂકવામાં આવ્યો હતો. જ્યાં નવસારીના ધારાસભ્ય પીયૂભાઈ દેસાઈ, સમાજના મંત્રી મહેશભાઈ પટેલ, ટ્રસ્ટીઓ અજીતભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ સહિત તમામ ટ્રસ્ટીઓ, સભ્યો,
સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના મધુભાઈ કથીરિયા ઉપરાંત વિવિધ સામાજીક, રાજકીય અને સેવાભાવી સંસ્થાના હોદ્દેદારો, અગ્રણીઓએ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. સ્વર્ગસ્થ પત્ની શારદાબેન, પુત્રો પરેશભાઈ, પિયૂષભાઈ, પુત્રી શર્મિલાબેનને વિલાપ કરતા મૂકી ગયા હતા.