સમસ્યાના સમાધાન માટે ધર્મેન્દ્રની સરકારને વિનંતી
નવી દિલ્હી, દેશમાં યથાવત ખેડૂત આંદોલન પર અત્યાર સુધી અનેક સ્ટાર્સનું રિએક્શન સામે આવી ચુક્યું છે. ત્યારે ખેડૂતોના આંદોલનનો આજે ૧૬મો દિવસ છે ત્યારે બોલીવૂડ એક્ટર ધર્મેન્દ્ર દેઓલે ફરી એકવાર ખેડૂતોના સમર્થનમાં એક ટ્વીટ કર્યું હતું. ધર્મેન્દ્રએ કહ્યું કે હું મારા ખેડૂત ભાઇઓની પીડા જાેઇને દુખી છું. આ સાથે જ ધર્મેન્દ્રએ એવું પણ લખ્યું કે, સરકારે આ મામલે ઝડપથી સમાધાન કરવું જાેઇએ. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ધર્મેન્દ્રએ ટ્વીટ કર્યું હતું અને તરત જ તેમણે ડિલીટ કર્યું હતું.
ધર્મેન્દ્રએ ટ્વીટમાં લખ્યું છે- ‘સરકારને પ્રાર્થના છે, જલદી ખેડૂત ભાઈઓની સમસ્યાનું સમાધાન શોધી લો, દિલ્હીમાં કોરોના કેસ વધી રહ્યા છે, આ જાેઈને દર્દ થાય છે.’ ધર્મેન્દ્રનું આ ટ્વીટ વાયરલ થયું છે. પરંતુ તે પછી અચાનક ધર્મેન્દ્રએ તેમનું ટ્વીટ ડિલીટ કર્યું. ધર્મેન્દ્રની અચાનક ટ્વીટ ડિલીટ થતાં ઘણા લોકો આશ્ચર્યચકિત થયા. ઘણા યુઝર્સે ધર્મેન્દ્રને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરી રહ્યા છે. અભિનેત્રી પ્રિયંકા ચોપડાને પણ ખેડૂતોની પરિસ્થિતિને કારણે દુખ થઇ રહ્યું છે. તેણે પણ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કર્યું હતું. તેમણે ટિ્વટમાં લખ્યું છે- ખેડૂત આપણા સૈનિક છે. તેમના બધા ભય દૂર કરવા મહત્વપૂર્ણ છે. તેમની અપેક્ષાઓ પૂર્ણ થવી જ જાેઇએ. લોકશાહી તરીકે, આ વિવાદને જલદીથી ઉકેલ લાવવો આપણી જવાબદારી છે.SSS