સમાજના તેજસ્વી બાળકો-યુવાનો-વડીલોના બહુમાન સાથે હળવદ મોઢ વણિક જ્ઞાતી દ્રારા માતંગી માતાજીનો નવચંડી યજ્ઞ-પાટોત્સવ ઉજવાયો
(જીજ્ઞેશ રાવલ)હળવદ: હળવદ મોઢ વણિક સમાજ દ્રારા હળવદ મોઢ વણિક જ્ઞાતીની વાડી ખાતે શ્રી માતંગી માતાજીના પાટોત્સવ નિમીત્તે નવચંડી યજ્ઞ તેમજ સમાજના નર્સરીથી લઈને ઉચ્ચશિક્ષણમા અવ્વલ નંબરે આવેલ તેજસ્વી છાત્રો-યુવાનોને શૈક્ષણીક કીટ અને મોમેન્ટોથી સન્માન કરવામા આવેલ હતુ,આ પ્રસંગે મુખ્ય મેહમાન તરીકે ભાવનગરથી પ્રસ્સીધ થતુ આંતર રાષ્ટ્રીય મેગેઝીન મોઢ મહોદયના હર્ષદભાઈ શાહ ખાસ ઉપસ્થીત રહ્યા હતા,
જયારે યજ્ઞના યજમાન તરીકે પ્રદીપભાઈ મણીયાર અને પરેશભાઈ પરીખે ધર્મ લાભ લીધો હતો,સવારથી સાંજ સુધી ચાલેલ ધામધૂમપૂર્વક ઉજવણીને યજ્ઞની પૂર્ણાહુતી બાદ એક સન્માન સમારંભ યોજાયો હતો જેમા સમાજના ૩થી ૬ વર્ષના બાળકે એ વિવિધ સ્ટેજ પર્ફોર્મન્સ કરેલ તે સહીતના ૪૨ તેજસ્વી બાળકોને ઈનામ વિતરણ સાથોસાથ સારી નોકરી પર લાગ્યા હોયતેવા ૨૭ વ્યકતિ,૧૭ મહિલાઓનુ નારી સન્માન,સેવા નિવૃત થયેલા ૭ વડીલો તેમજ ૭૫ વર્ષથી વધુ ઉમરના વડીલો,સામાજીક કાર્યકરો તેમજ દાતાઓનુ શાલ ઓઢાડી-મોમેન્ટો અર્પણ કરી બહુમાન કરવામા આવેલ,આ તકે રાજય સરકારમા સનદી અધીકારી નાયબ મામલતદાર તરીકે સેવા આપતા સમાજના યુવાન રીધ્ધીબેન પરીખનુ વિશિષ્ટ સન્માન કરવામા આવેલ હતુ.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ વોરા,ધર્મેશ શાહ,પ્રતિકભાઈ,રાજુભાઈ,મનીષભાઈ,હાર્દિકભાઈ વગેરે એ જહેમત ઉઠાવી હતી