સમાજમાં જાગૃતિ લાવવા સમાચાર માધ્યમોએ જવાબદારીપૂર્વક કાર્ય કરવું

પીઆઈબી દ્વારા જૂનાગઢ ખાતે રૂરલ મીડીયા વર્કશોપ યોજાયો
(એજન્સી) જૂનાગઢ, કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જુનાગઢ ખાતે રૂરલ મીડીયા વર્કશોપનુૃ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ વર્કશોપનો ઉદ્દેશ પત્રકારો સાથેે સોધો સંવાદ અને સંપર્ક સાધવાનો છે. તેમજ તેમને માહિતી મેળવવામાં પડતી સમસ્યાઓ અંગે હતો. ભારત સરકારના પ્રેેસ ઈન્ફોર્મેશન બ્યુરો દ્વારા યોજાયેલા રૂરલ મીડીયા વર્કશોપનો પ્રારંભ નિવાસી કલેકટર એલ.બી.બાંભણિયાએ દીપ પ્રાક્ટ્ય કરી કયો હતો.
બાંભણિયાએ આ પ્રસંગે કહ્યુ હતુ કે સમાજમાં જાગૃતિ લાવવા અને લોકોને સત્યની નજીક લઈ જવા માટે સમાચાર માધ્યમોએ જવાબદારી પૂર્વક કાર્ય કરવુ જરૂરી છે. આ પ્રકારા વર્કશોપ યોજાતા રહેવા જાેઈએ. જેનાથી સમાજના લોકોને અને સાથે સાથે મીડીયા જગતના લોકોને પણ સાચી દિશા અને સત્યનીષ્ઠ સમાચારોની જાણકારી મળી રહે. જૂનાગઢ જીલ્લાના પત્રકારો માટે યોજાયેલ વર્કશોપ-વાર્તાલાપમાં ફૂલછાબના તંત્રી કોશિક મહેતાએ પત્રકારોને સમાચારમાં નીતિમતા અને વિશ્વસનીયતા અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કેે પત્રકાર માટે સમાચાર મેળવવાનુંુૃ હાર્દ ગામડુ છે.
જેમાં ગામડાના ખેડૂતો, શ્રમિકો, વેપારીઓની સમસ્યાને સરકર સુધી પહોચાડવાની જરૂરી છે. જેમા વધુમાં હાલના અખબારો અને ઈલેકટ્રોનિક મીડીયા અંગે માહિતી આપી આઝાદી પહેલાના દૈનિક અખબારો અને હાલના દૈનિક અખબારો અંગે આંકડાકીય માહિતી આપી હતી.
એ ઉપરાંત તેમણેે વધુમાં જણાવ્યુ હતુ કે સોશ્યલ મીડીયામાં ઝડપી ફેલાતા સમાચાર અંગે પણ માહિતી આપી તેમના ફાયદા અને ગેરકાયદા જણાવ્યા હતા. તેમણે પત્રકારત્વમાં નીતિમતા, સભ્ય સમાજની અપેક્ષા અગે માર્ગદર્શન આપતા કહ્યુ હતુ કે લોકપ્રિય અને લોકલક્ષી પત્રકારત્વની સમતુલા જાળવવી પડશે.
આ વર્કશોપ-વાર્તાલાપમાં ચોથી જાગીર સતત બદલાતા સ્વરૂપો અંગે લેખક અને મોટીવેશ્નલ સ્પીકર જય વસાવડા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યુ હતુ.જેમાં તેમણે ડીજીટલ ક્રાંતિ પર ભાર આપતા જણાવ્યુ હતુ કે આજે ડીજીટલ ક્રાંતિનો યુગ છે. તેમણે પુસ્તકોના વાંચન ઉપર પ્રકાશ પાડતા પાડયો છે.
આ તકે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોના અપર મહાનિર્દેશક ડો.ધીરજ કાકડીયાએ મીડીયા લૉ અંગે માહિતી આપી, પત્રકારો સાથે વાણી, સ્વાતંત્ર્ય અભિવ્યક્તિ, સ્વાતંત્ર્યને લગતી બંધારણીય જાેગવાઈ, સીઆરપીસી અને આઈપીસીની કલમ, આરએનઆઈ ડીકલેરેશન અંગે ચર્ચા કરી હતી.