સમાજવાદી પાર્ટીના નેતા-કાર્યકર્તા સામે ભીડ એકઠી કરતાં FIR દાખલ કરાઈ

ઉત્તરપ્રદેશના લખનઉમાં સમાજવાદી પાર્ટીના કાર્યાલય પર શુક્રવારે હજારોની સંખ્યામાં ભીડ એકઠી હતી. ભીડ એકત્રિત થવા અંગે ચૂંટણીપંચે ભારે નારાજગી દર્શાવી છે. પંચે ગોતમપલ્લી પોલીસ સ્ટેશનના વડા દિનેશ સિંહ બિષ્ટાને સસ્પેન્ડ કર્યા છે,
જ્યારે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અખિલેશ સિંહ અને લખનઉ મધ્ય વિધાનસભા એરિયાના રિટર્નિંગ ઓફિસર અપર નગર મેજિસ્ટ્રેટ ગોવિંદ મૌર્ય પાસે શનિવાર સવારે 11 વાગ્યા સુધીમાં સમગ્ર ઘટના અંગેનો રિપોર્ટ માગ્યો છે.
ભાજપ પાર્ટી છોડીને સમાજ વાદી પાર્ટીમાં ગયેલા પ્રસાદ મૌર્ય અને ધર્મ સિંહ સૈની સહિત 8 ધારાસભ્યને પક્ષમાં આવકારવા અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શુક્રવારે સમાજવાદી પાર્ટીના કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકર્તા પહોચી ગયા હતા.
જેને લઈને ચૂંટણીપંચે ગૌતમપલ્લી પોલીસ સ્ટેશનમાં સમાજવાદી પાર્ટીના આશરે 2500 નેતા-કાર્યકર્તા સામે ફરિયાદ દાખલ કરી. ઉલ્લેખનીય છે કે ભાજપ છોડ્યા બાદ ભૂતપૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને ધર્મ સિંહ સૈની સહિત 8 જેટલા ધારાસભ્યોએ શુક્રવારે લખનઉમાં SP સાથે જોડાઈ ગયા હતા.
SP કાર્યાલય પર તેમને પક્ષનું સભ્યપદ આપવા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હજારોની સખ્યામાં લોકો એકત્રિત થયા હતા.