સમાજસેવામાં કાર્યરત રહેતા ગુજરાતના હર્ષલ પંચાલને મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ
ભારત સરકાર દ્વારા સમાજ સેવા ક્ષેત્રમાં યુવા વિદ્યાર્થી દ્વારા કરવામાં આવતા સમાજ કલ્યાણ માટે રાષ્ટ્રીય સેવા યોજના નો એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રપતિભવન Rashtrapati bhawan ખાતે એનાયત થાય છે. આ વર્ષે અમદાવાદની સી. યુ. શાહ કોમર્સ (C U Shah college of Ahmedabad ) કોલેજના વિદ્યાર્થી હર્ષલ પંચાલનું Harshal Panchal આ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે જે આપણા ગુજરાત માટે ગૌરવની વાત છે. તેમનું આ સન્માન સમાજના બધા જ વર્ગના લોકો માટે તથા આવનારી પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે.
આ રાષ્ટ્રીય લેવલનો સમાજસેવા નો એવોર્ડ એ યુવા વિદ્યાર્થીને આપવામાં આવે છે જેણે સમાજ કલ્યાણ માટે ઉત્કૃષ્ટ પ્રયત્ન કરી સમાજના કમજોર વર્ગના લોકોને સક્ષમ બનાવવામાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો હોય અને સમાજના લોકોને એક નવી દિશા બતાવવાનો પ્રયાસ કર્યો હોય.
સમાજસેવાનું એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં હર્ષલ પંચાલે પોતાનું યોગદાન આપ્યું ન હોય તે સ્વાસ્થ્ય સંબંધિત હોય કે પર્યાવરણ જાળવણી કે શિક્ષણનું ક્ષેત્ર દરેક જગ્યાએ તેમણે પોતાનાથી થાય તેટલા પ્રયત્નો કર્યા છે જે આજના યુવા વર્ગ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે.
સમાજ કલ્યાણ ની વિવિધ પ્રવૃત્તિઓ જેમાં મુખ્યત્વે સાક્ષરતા અભિયાન કે જેમાં ગરીબ બાળકોને મફતમાં દરરોજ શિક્ષણ આપવું અને તેમને શાળાએ જતા કરવા, ગામડાઓમાં જઇને પ્રૌઢ સાક્ષરતા અભિયાન ચલાવવું, અંધજનો અને ફિઝિકલી હેન્ડીકેપ લોકોને પરીક્ષામાં રાઇટર તરીકે મદદ કરવી, એઇડ્સ હિપેટાઇટિસ અને સ્વાઇન ફ્લુ જેવા અનેક રોગ વિશેની માહિતી આપી લોકોને જાગૃત કરવા અને પોલિયો અને બીજા અન્ય રોગો થતા રોકવા માટેની રસીકરણનું અભિયાન ચલાવવું તથા કુપોષણ સામે લડવા માટે લોકોને જાગૃત કરવા, વોટીંગ અવેરનેસ દ્વારા લોકોને વોટ કરવા પ્રેરિત કરવા, ઘેર ઘેર મુલાકાત કરીને લોકોને પરિવાર નિયોજન વિશે માહિતગાર કરાવવા, ખુદ ૧૦ થી વધુ વખત બ્લડ ડોનેટ કર્યું ઉપરાંત 9 વખત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી 500 થી વધુ લોકોને બ્લડ ડોનેટ કરવા માટે પ્રેરણા આપવી, પર્યાવરણ જાળવણી ના ભાગરૂપે વિવિધ જગ્યાએ વૃક્ષારોપણના કાર્યક્રમો કરવા અને સ્વયં 200 થી વધુ છોડવાઓ ઉછેરવા અને નો પ્લાસ્ટિક અભિયાન ચલાવવું, બનાસકાંઠામાં પૂર પીડિતો માટે રાહત-કામગીરી કરવી, સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે લોકોને જાગૃત કરવા તથા કેસલેસ અભિયાન અંતર્ગત ડિજિટલ સાક્ષરતા માટેના પ્રયાસો કરવા, સ્વચ્છતા અભિયાન કરવું, વ્યસન મુક્તિ અભિયાન, પક્ષી બચાવો અભિયાન, મહિલા અને બાળ વિકાસ ને લગતી પ્રવૃત્તિઓ કરવી, ગ્રાહક સુરક્ષા માટેની જાગૃતિ કાર્યક્રમ, આત્મહત્યા રોકવા માટેના જાગૃતિ કાર્યક્રમ, હેલ્મેટ અવેરનેસ રેલી, પાણી બચાવો જાગૃતિ કાર્યક્રમ જેવી અનેક પ્રવૃત્તિઓ તેમના દ્વારા કરવામાં આવી.
આ બધા કાર્ય તેમણે અભ્યાસની સાથે સાથે કર્યા છે અને તેમણે આ રીતે ઘણા લોકોની જિંદગી બદલી છે. તેમના આ નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવેલા અથાક પ્રયત્નો અને લોકોને મદદ કરવાના જૂનુને તેમને આજે સમાજસેવા માટે નો નેશનલ લેવલનો એવોર્ડ (National Level award) અપાવ્યો છે. સમાજસેવામાં હર્ષલે આપેલા અભૂતપૂર્વ યોગદાન ના સન્માન ના ભાગરૂપે જ 24 સપ્ટેમ્બર 2019 ના રોજ હર્ષલનું દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડથી સન્માન થયું છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.