Western Times News

Gujarati News

સમાજિક ન્યાય અને અધિકારીતા પાટણ વિભાગ દ્વારા પાલક માતા-પિતા યોજનાના બાળકોને મા કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

સામાજિક ન્યાય અને અધિકારીતા પાટણ વિભાગ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે પાલક માતા-પિતા યોજનાના બાળકોને “મા અમૃતમ” કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી આનંદભાઇ પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય.મંડોરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતન પ્રજાપતિ, સી.એચ.ઓ. ડૉ.એ.એસ.સાલવી, ઈએમઓ. આર.ટી. પટેલ, સી.ડબ્લ્યુ.સી.ના ચેરમેન મધુબેન સેનમા તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કલેકટર શ્રી એ જણાવ્યું હતું કે આજે આપણે સૌ બાબાસાહેબ આંબેડકર ભવનમાં ભેગા થયા છીએ જેમના કારણે આપણે મુક્ત રીતે હરી-ફરી શકીએ છીએ તે માટે હું તેમનો ખૂબ આભાર માનું છું. ઉપસ્થિત મહેમાનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે રાજા હોય કે રંક દરેકને તકલીફ હોય પરંતુ જેના માતા-પિતા ન હોય તેવા બાળકો ના દુઃખને હું સમજી શકું છું.

આ બાળકોને તકેદારી રાખવી કાળજી રાખવાનુ કામ પાલક માતા પિતા કરે છે. દરેક બાળક ભણી-ગણીને આગળ વધે, સારી નોકરી મેળવે અને પોતાના જીવનમાં આગળ વધી શકે તે માટે સરકાર મદદરૂપ બનશે. આવા બાળકોને સરકારની દરેક યોજનાનો લાભ મળી રહે તેમજ આપણા જિલ્લાના અને અન્ય જિલ્લાના પણ બાળકોને તેનો લાભ મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ. જેવી રીતે ૧૦૮ નંબર લગાવીએ તો તાત્કાલિક સારવાર મળી જાય છે તેવી જ રીતે જ્યાં પણ આપણને ભિક્ષાવૃત્તિ કરતા અજુગતી કામગીરી કરતા બાળકો આપણને જોવા મળે

ત્યારે આપણે આ ૧૦૯૮ નંબર લગાવવાથી આવા બાળકોને સહાય બનીશું. આ બાળકોને મદદરૂપ થવાની ભગવાન તમને શક્તિ આપે. આ માં કાર્ડ નો ઉપયોગ ન કરવો પડે અને પાલક માતા-પિતા તરીકે તમે તેમની સારી રીતે કાળજી રાખો તેવી હું આશા રાખું છું. સરકાર સમાજના આવા બાળકોને મદદ કરવામાં અને સહાયરૂપ થવામાં હંમેશા તત્પર છે.કાર્યક્રમમાં પાલક માતાપિતાના બાળકોને જિલ્લા કલેકટર અને આમંત્રિત મહેમાનો હસ્તે મા કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના પ્રથમ તબક્કામાં પાટણ જિલ્લાના ગ્રામ અને શહેરના 577 બાળકોમાંથી 133 બાળકોને સમાવેશ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.