સમાજના નબળા વર્ગના લોકોને હવે કાનૂની સ્વયં સેવકો માર્ગ દર્શન કરશે
આણંદ : નામદાર સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળની વિવિધ સ્કીમો માં પેરા લીગલ વોલીએન્ટ્રરસ (પી. એલ.વી. ઓ.) કાનૂની સ્વયં સેવકો તરીકે સમાજ ના નબળા વર્ગના લોકો માટે માર્ગદર્શક બનશે અને તેઓને હક્કો ફરજો પ્રત્યે માહિતગાર કરશે સમજણ આપશે સાથે સાથે સરકાર શ્રીની કલ્યાણ કારી યોજના ના લાભ લઈ શકે તે અંગે પણ કાનૂની સમજ થી સજ્જ કરાશે.
આ માટે આણંદ જિલ્લા કાનૂની સત્તા મંડળ દ્વારા ચાર દિવસની શિબિરનું આયોજન કરીને જિલ્લા ન્યાયાધીશ અને કાનૂની સત્તા સેવા મંડળના અદયક્ષશ્રી આર.એમ.સરીન દ્વારા સતત કાનૂની માર્ગદર્શન અને સમજણ આપવામાં આવી હતી.
આ કાનૂની સ્વયંસેવકો પી.એલ.વી. ઓ.ની ટીમ તરીકે સમાજમાં કામ કરશે અને સમાજના નબળા વર્ગને માટે માર્ગદર્શક બનશે . સેક્રેટરી શ્રી એ.એમ.પાટડિયા એ આ શિબિર નું સફળ સંચાલન કર્યું હતું.