સમુદાયોને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા સફાઈ વ્યવસ્થાપનની અમારી ફરજ નિભાવીએ છીએ: નયારા એનર્જી
અમે કર્મચારીઓ સાથે મળી સ્વેચ્છાએ ‘કેપ્ટન સ્વચ્છ’ યોજનાની પહેલ કરી છે
વાડીનાર, સફાઈની વિસ્તૃત વ્યાખ્યા એવી કરવામાં આવી છે કે તેમાં માનવ અને ઘન કચરાના નિકાલની વ્યવસ્થા અને જોગવાઈનો સમાવેશ થાય છે. કમનસીબે દુનિયા પાણી અને સફાઈનું ધ્યેય હાંસલ કરવાના વર્ષ 2030ના સતત વિકાસલક્ષ્યાંક- 6 (સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ-6)ના અંતિમધ્યેયના માર્ગે નથી.
યોગ્ય સફાઈનો અભાવ, કોલેરા, ઝાડા-ઉલ્ટી, હિપેટાઈટીસ-એ, ટાયફોઈડ અને કોવિડ-19 જેવા ચેપી રોગો ફેલાવા માટેનું મહત્વનું પરિબળ છે. તેનાથી કુપોષણ અને ખાસ કરીને બાળકનો વિકાસ કુંઠીત થવાની ગતિ વધે છે. ગ્રામ વિસ્તારોમાં સફાઈની સ્થિતિ અત્યંત કપરી હોય છે. વિશ્વ બેંકના વર્ષ 2018ના આંકડા મુજબ ભારતની 65.97 ટકા વસતી ગ્રામ વિસ્તારોમાં વસે છે અને ગામડાંમાં સફાઈવ્યવસ્થા દેશ માટે સૌથી મોટા પડકાર સમાન છે.
આ કારણે ગામડાંમાં વસતા સમુદાયોના જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભુંથાય છે. ભારત સરકારે ભારતની સફાઈ અને કચરાના નિકાલની સમસ્યાઓ હલ કરવા માટે તા. 2 ઓકટોબર, 2014ના રોજ સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ કર્યો છે.
છેલ્લાં થોડાં વર્ષમાં ભારતમાં સફાઈ બાબતે સુધારો હાંસલ કરીને પ્રગતિ સાધી છે, આમ છતાં, સફાઈની પ્રક્રિયાને વેગ આપવા નેશનલ એજન્ડામાં લોકોને વધુસારી સ્વચ્છતા, સફાઈ અને વેસ્ટ મેનેજમેન્ટની પ્રણાલીથી માહિતગાર કરવાની બાબતને મહત્વની ગણવામાં આવી છે. સફાઈના વિવિધ કાર્યક્રમો હાથ ધરવા માટે ગ્રામ સમુદાયો સાથે સહયોગ અને ભાગીદારી આવશ્યક બની રહે છે.
કંપનીઓ વધુને વધુ પ્રમાણમાં સરકાર, સ્થાનિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે હાથ મિલાવીને સફાઈની પ્રક્રિયાને વેગ આપવા પ્રયાસ કરી રહી છે. ઘણી કંપનીઓએ આ અંગે કાર્યક્રમો શરૂ કર્યા છે. નયારા એનર્જી, વાડીનાર ખાતે ભારતની બીજા નંબરની સૌથી મોટીસીંગલ સાઈટ અદ્યતન રિફાઈનરીનું સંચાલન કરે છે.
અમે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અમારા કોર્પોરેટ માળખાના ભાગ તરીકે અમે જવાબદાર “પસંદગીના પડોશી” તરીકે સમાવેશી વિકાસ માટે અથાકપણે અમારી સીએસઆર પ્રવૃત્તિઓનો વારસો જાળવી રાખ્યો છે. આજીવિકા અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવાના અન્ય પ્રયાસોની સાથે સાથે અમે વિવિધ સ્તરે માળખાગત સુવિધાઓના વિકાસ, શિક્ષણ અને જાગૃતિ ઉપરાંત સેનિટેશન અને વેસ્ટ મેનેજમેન્ટ જેવી બાબતોમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.
સ્થાનિક સત્તાતંત્ર સાથે મળીને અમે પીવાનુ પાણી પૂરૂ પાડવાની, સલામત વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતાની વધુસારી પ્રણાલીઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. સેનિટેશન અને વેસ્ટ મેનેજમેન્ટ અંગે જાગૃતિ પેદા કરવા શિક્ષણ મહત્વનો મુદ્દો હોવાથી અમે ભીંત ચિત્રો અને અને સ્વચ્છતા પ્રણાલીઓ વડે સંદેશ આપવાના પ્રયાસ કરવા ઉપરાંત અમેસફાઈ અંગે શેરી નાટકો વડે પણ જાગૃતિ ઝુંબેશ ચલાવી છે.
કચરાના નિકાલની સારી પધ્ધતીઓ, આરોગ્ય સુવિધા અને અન્ય જાહેર સગવડોના કારણે ઘરઅને સમાજમાં કોવિડ-19 જેવો ચેપી રોગ પ્રસરતો અટકે છે. કચરાની યોગ્ય નિકાલ માટે પ્રોસેસિંગ સુવિધાનો અભાવ વર્તાય છે. નયારા એનર્જી ખાતે અમે કચરાને એક સાધન (સ્ત્રોત) માનીએ છીએ આથી ગામડાંની નિયમિત સફાઈ કરવા ઉપરાંત અમે 20,000થી વધુ ઘરોમાંથી એકત્ર કરાયેલા કચરાને જુદો પાડીને એક અન્ય કંપનીની સહાયથી આ કચરાનું જવાબદારીપૂર્વક રિસાયકલીંગ કરીએ છીએ.
આ કારણે ઘરોઅને આસપાસનુ વાતાવરણ સ્વચ્છ બન્યુંછે તથા પ્રમાણમાં રોગમુક્ત અને સામાજીક જાગૃતિ ધરાવતા સમુદાયનું નિર્માણ થયુંછે. માહિતી, શિક્ષણ અને સંદેશા-વ્યવહાર (આઈઈસી)ના પ્રયાસો ઉપરાંત અમે કર્મચારીઓના સ્વૈચ્છિક પ્રયાસ,કેપ્ટન સ્વચ્છ મારફતે સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે અને સક્રિય પરિવર્તન કાર્યકર તરીકે અમારા કર્મચારીઓના સક્રિય સહયોગ વડે અમે તેમને સેનીટેશન અને હાઈજીન પ્રણાલીના એમ્બેસેડર બનાવ્યા છે. કેપ્ટન સ્વચ્છ પહેલ મારફતે અમારા કર્મચારીઓ 3,000થી વધુ ઘરોમાં સ્વચ્છતા ઝુંબેશનું નેતૃત્વ કરી, ઓડીયો સ્ટોરીઝ જેવા વિવિધ માધ્યમો મારફતે ઉત્તમ પ્રણાલીઓ દર્શાવી તે અંગે સમુદાયોને જાણકારી આપે છે.
દુનિયા જયારે વિશ્વની અત્યંત ઘાતક મહામારી ફાટી નીકળવા સામે લડત આપી રહી છે ત્યારે કાર્યક્ષમ વેસ્ટ મેનેજમેન્ટ અંગે વધુ કહેવાની જરૂર નથી, પણ લાંબા ને ટૂંકા ગાળાનાં પગલાં ભરવાની જરૂર છે. સાચી સફળતા, સહયોગી અભિગમમાં છે, કે જેમાં સરકાર, કંપનીઓ અને સામાજીક સંસ્થાઓ મળીને આપણા સમુદાયોને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા માટે સફાઈઅંગેસંયુક્ત પ્રયાસો હાથ ધરી રહી છે.