સમુદ્રમાં ચીનને ધૂળ ચટાડવા ભારત ખરીદશે ઘાતક હથિયાર
નવી દિલ્હી, દુનિયામાં બદલાતા પરિદ્રશ્ય અને વૈશ્વિક પડકારોને જાેતા ભારતીય નૌસેના પણ પોતાને વધુ મજબૂત કરવાની તૈયારીઓમાં લાગી છે. આ માટે રક્ષા મંત્રાલયે અમેરિકા સાથે મોટો કરાર કર્યો છે. મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતીય નૌસેનાના Anti-Submarine Plane પી-૮આઈને વધુ ઘાતક બનાવવામાં આવશે.
આ માટે ૪૨૩ કરોડ રૂપિયાના ખર્ચે એમકે ૫૪ ટોરપીડોની ખરીદી કરવામાં આવશે. આ સાથે જ ચાફ અને ફ્લેયર્સ જેવા એક્સપાન્ડેબલ પણ ખરીદવામાં આવશે. આ માટે અમેરિકાની સરકાર સાથે કરાર કરવામાં આવ્યો છે.
મંત્રાલયના પ્રવક્તાએ શુક્રવારે કહ્યું કે રક્ષા મંત્રાલયે ભારતીય નેવી માટે ૪૨૩ કરોડ રૂપિયાના ખર્ચે એમકે ૫૪ ટોરપીડો અને એક્સપાન્ડેબલ (ચાફ તથા ફ્લેયર્સ)ની ખરીદી માટે વિદેશી સૈન્ય વેચાણ(FMS) હેઠળ અમેરિકાની સરકાર સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે કહ્યું કે આ ઉપકરણ પી-૮આઈ વિમાનની સાધન સામગ્રી છે.
અત્રે જણાવવાનું કે ભારતીય નેવીના કાફલામાં કુલ ૧૧ પી-૮આઈ વિમાન (P-8I Plane) છે. આ વિમાનોનું ઉત્પાદન અમેરિકી વિમાની કંપી બોઈંગે કર્યું છે. પી-૮આઈ વિમાન તેની સબમરીન વિરોધી યુદ્ધક ક્ષમતાઓ સાથે જ આધુનિક સમુદ્રી ડ્રોન ક્ષમતાઓ માટે પણ જાણીતું છે. ઈન્ડો પેસિફિક એરિયામાં ચીની સબમરિનોથી વધી રહેલા પડકારનો પહોંચી વળવા માટે આ ડીલ ખુબ મહત્વની માનવામાં આવી રહી છે.SSS