સમુદ્રમાં વધતી જળસપાટીથી મુંબઈ ૩૦ વર્ષમાં ડૂબી જશેઃ અભ્યાસ
વોશિંગ્ટન, વિશ્વના સૌથી મોટા અને ગીચ વસ્તીવાળા શહેરોમાંના એક એવા દેશની આર્થિક રાજધાની મુંબઈ પર ર૦પ૦ સુધી ડુબી જવાનું જાખમ તોળાઈ રહ્યું છે. વધતી જતી સમુદ્રની જળસપાટીની અસર પરના એક અભ્યાસમાં આ તારણ બહાર આવ્યું છે. આઅભ્યાસમાં કહેવાયું છે કે ભારત અને બાંગ્લાદેશ અને ઈન્ડોનેશિયામાં પ્રોજેકટેડ હાઈટાઈડ લાઈનની નીચે રહેનારી વસતી આ સદીના અંત સુધીમાં પાંચથી દસ ઘણી વધી જશે.
નેચર કમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસમાં ભવિષ્યમાં જળ સપાટીમાં થનારા વધારાની સાથે જ વિશ્વના મોટા ભાગમાં વસતીની ગીચતામાં વધારાનું અનુમાન લગાવાયું છે. ન્યુયોર્ક ટાઈમ્સે અધ્યનન પર આધારિત હેવાલમાં જણાવ્યું છે કે મુંબઈનો મોટાભાગનો દક્ષિણનો ભાગ આ શતાબ્દીના મધ્ય સુધીમાં ઓછામાં ઓછો એક વખત પ્રોજેકટેડ હાઈ ટાઈડ લાઈન કિનારાની એ ભૂમિ છે, જયાં સૌથી વધુ ભરતી વર્ષમાં એક વખત પહોંચી શકે છે. બેંગકોક અને શાંધાઈ પણ ડૂબી જશે રિપોર્ટમાં કહેવાયું છે કે મુંબઈની સાથે જ બેંગકોક અને શાંધાઈના કેટલાક હિસ્સા પણ ર૦પ૦માં ડૂબી જશે. આ શોધ અમેરિકામાં કલાઈમેટ સેન્ટ્રલના સ્કોટ એ કલ્પ અને બન્જામિન એક સ્ટ્રોસે પ્રકાશિત કરી છે. (એન.આર.)