સયાજી હોસ્પિટલમાં છેલ્લા ૨૦ દિવસમાં આ લેબમાં ૧૧૭૩૮ RTPCR સેમ્પલ ચકાસવામાં આવ્યાં: તમામનો નેગેટિવ રિપોર્ટ
વડોદરા, સયાજી હોસ્પિટલના કોરોના સારવાર વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે તા. ૧લી ડીસેમ્બર થી ૨૦ મી ડીસેમ્બર સુધીમાં સયાજી હોસ્પિટલની માયક્રોબાયોલોજી લેબમાં કુલ ૧૧૭૩૮ આરટીપીસીર ટેસ્ટ સેમ્પલ નું પરીક્ષણ કરવામાં આવ્યું.સદભાગ્યે આ તમામ કોરોના નેગેટિવ જણાયા છે.
તેમણે જણાવ્યું કે તા.૨૩ મી માર્ચ,૨૦૨૦ ના રોજ પાદરા તાલુકાના રણું ગામના અમરતબેન ને સયાજીમાં રિફર કરવામાં આવ્યા જેમનો પ્રથમ આરટીપીસીર ટેસ્ટ કરીને સેમ્પલ નું લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું જે સદભાગ્યે નેગેટિવ હતું. કોવિડ ૧૯ માટેની આઈસીએમઆર સ્ક્રીનીંગ ટેસ્ટ કીટ દ્વારા આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.