સરકારનાં પ્રયાસોથી ડુંગળી થઈ સસ્તી
નવી દિલ્હી, સરકારે ડુંગળીની નિકાસ પર રોક લગાવતા દેશમાં ડુંગળીની કિંમતમાં ઘટાડો થયો છે. રાજધાની દિલ્હી સહિતના અનેક રાજ્યોમાં ૮૦ રૂપિયે કીલો વેંચાતી ડુંગળી ૩૦ રૂપિયે કિલો મળી રહી છે. દેશના ખેતી બજારમાં ડુંગળીની આવક પણ સતત વધી રહી છે. જેથી આગામી દિવસોમાં હજી ડુંગળીની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે. ભારતે નિકાસ બંધ કરતા શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા દેશમાં ડુંગળીની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાઈ રહી છે. કેન્દ્ર સરકારે ગત દિવસે ડુંગળીની કિંમતમાં વધારાને ધ્યાનમાં રાખીને ડુંગળીની નિકાસ પર તાત્કાલિક રોક લગાવી હતી. જેથી દેશમાં ડુંગળીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે.