Western Times News

Gujarati News

સરકારના ઈરાદા પરની શંકાથી કોંગ્રેસ બિલનો વિરોધ કરશે

નવી દિલ્હી, મહિલાઓ માટે લગ્નની કાયદાકીય ઉંમર ૨૧ વર્ષ કરવા માટે સરકાર સંસદમાં બિલ રજૂ કરવા જઈ રહી છે. કેન્દ્રિય કેબિનેટ તરફથી આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ અમુક વિપક્ષની પાર્ટીઓ તેનો વિરોધ કરી રહી છે. વિરોધ કરનારા પક્ષોમાં કોંગ્રેસ પણ શામેલ છે.

આજે જ્યારે સસંદમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર ૧૮થી વધારે ૨૧ કરવાનું બિલ સરકાર રજૂ કરશે તો શક્ય છે કે કોંગ્રેસ પાર્ટી તેનો વિરોધ કરે. પાર્ટીનું સ્પષ્ટપણે કહેવું છે કે આ બિલ લાવવા પાછળના સરકારના ઈરાદા પર તેમને શંકા છે.

શક્ય છે કે આજે અથવા આવનારા દિવસોમાં આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. વિપક્ષની અન્ય પાર્ટીઓ પણ આ બિલનો વિરોધ કરી રહી છે, અને કોંગ્રેસે વિરોધ કરતા તેમને પણ મજબૂતી મળશે. વિપક્ષની પાર્ટીઓની માંગ છે કે, આ સંભવિત બિલને સમીક્ષા માટે સ્ટેન્ડિંગ કમિટી પાસે મોકલવામાં આવે.

અમારા સહયોગી ઈકોનોમિક ટાઈમ્સ સાથેની વાતચીતમાં કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે, શિયાળુ સત્રના અંતિમ દિવસોમાં લગ્ન માટેની ઉંમર ૨૧ વર્ષ કરવાના બિલને રજૂ કરવાની મોદી સરકારની ઉતાવળ જાેઈને શંકા ઉભી થઈ રહી છે અને આ ર્નિણય રાજનીતિથી પ્રેરિત હોય તેમ લાગી રહ્યું છે. સરકારના આ પ્રસ્તાવનો પાર્ટીઓ અને સંગઠનો તરફથી વિરોધ શરુ થઈ ગયો છે. આ પગલાને અવૈજ્ઞાનિક, અર્થવિહોણું સાબિત કરી શકાય છે.

કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, ખાસકરીને ગ્રામ્ય વિસ્તારોની યુવા મહિલાઓને શિક્ષણ અને તેમની આર્થિક સ્વતંત્રતા માટે પગલા લેવાની જરુર છે. સરકારે આ પ્રસ્તાવ રજૂ કરતા પહેલા તમામ હિતધારકો સાથે યોગ્ય ચર્ચા કરવી જાેઈએ, જે તેમણે નથી કરી. આ સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી આ પ્રકારનું કોઈ પણ બિલ લાવવાના સરકારના ર્નિણયનો વિરોધ કરે છે.

કેસી વેણુગોપાલ ગાંધી પરિવારના પ્રમુખ રાજકીય સહયોગી છે. તેમણે જણાવ્યું કે, વાસ્તવમાં જાે મોદી સરકાર ગંભીર છે અને મહિલાઓના સશક્તિકરણ પ્રત્યે પ્રતિબદ્ધ છે તો તેમણે મહિલા આરક્ષણ બિલને તાત્કાલિક સંસદમાં રજૂ કરવું જાેઈએ, જેમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા આરક્ષણનો પ્રસ્તાવ છે. યુપીએ-૨ દરમિયાન મહિલા કોટા બિલને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યુ હતું, તેને લોકસભાની મંજૂરીની જરુર હતી.

આગળ તેમણે જણાવ્યું કે, સરકારે મહિલાઓના લગ્નની લઘુત્તમ ઉંમર ૨૧ વર્ષ કરવાનું બિલ લાવતા પહેલા વિવિધ મહિલા સંગઠનો અને પ્રતિનિધિઓ સાથે ચર્ચાવિચારણા કરવી જાેઈતી હતી. આ પ્રસ્તાવ લાવવાના સમય અને હેતુ પર અમને શંકા થઈ રહી છે. સરકાર ખેડૂતોના મુદ્દા, લખીમપુર કાંડ, અજય મિશ્ર જેવા મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માંગે છે. સરકાર મોંઘવારી, બેરોજગારી અને કોરોનાને લગતા મુદ્દાઓ પર વાત કરવા નથી માંગતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.