Western Times News

Gujarati News

સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની દિવાળી સુધરી

પ્રતિકાત્મક

અમદાવાદ, આગામી ચાર તારીખે દિવાળીના તહેવારને લઈને સૌ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જાેવા મળી રહ્યો છે. અને આ વખતે કોરોનાનાં કેસો પણ ઓછા હોવાને કારણે દિવાળી ઉજવવા માટે લોકો થનગની રહ્યા છે.

આ વચ્ચે જ રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. દિવાળી પર્વને લઈને રાજ્ય સરકારે નવેમ્બર મહિનાનો પગાર ઓક્ટોબરના અંતિમ અઠવાડિયામાં કરી દેવાનો ર્નિણય કર્યો છે.

રાજ્ય સરકારે દિવાળી પર્વ નિમિત્તે સરકારી કર્મચારીઓને ભેટ આપી ખુશખબર આપી છે. વહેલો પગાર આપવા મામલે રાજ્ય સરકાર દ્વારા ઠરાવ જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે.

ઠરાવમાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર ૪-૧૧-૨૦૨૧ના રોજ હોઈ, કર્મચારીઓ અને પેન્શનરો આનંદ અને ઉત્સાહપુર્વક આ તહેવાર ઉજવી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઓક્ટોબર ૨૦૨૧ માસના પગાર ભથ્થા તથા પેન્શનની ચૂકવણી વહેલી કરવાનો ર્નિણય કર્યો છે.

આ ઉપરાંત ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, ઓક્ટોબર ૨૦૨૧ માસના રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ/પેન્શનરોના પગાર ભથ્થા/પેન્શનની ચૂકવણી તા. ૧૩-૧૦-૧૯૯૩ના ઠરાવમાં જણાવ્યા પ્રમાણે મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોને બદલે, વંચાણમાં લીધેલ તારીખ ૨૦-૪-૧૯૯૩ના ઠરાવમાં છૂટછાટ મુકીને ૨૫-૧૦-૨૦૨૧ તથા ૨૬-૧૦-૨૦૨૧ દરમિયાન તબક્કાવાર કરવાનું ઠરાવવામાં આવે છે.

આ ઉપરાંત કરાર આધારિત કર્મચારીઓના પગાર પણ સરકાર વહેલો કરશે. ઠરાવમાં જણાવ્યા અનુસાર શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ તથા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીઓને પણ લાગુ પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.