Western Times News

Gujarati News

સરકારના પ્રથમ પચાસ દિવસોનું રિપોર્ટ કાર્ડ

નવી દિલ્હી,  કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરી હતી અને સરકારના પ્રથમ પચાસ દિવસોનું રિપોર્ટ કાર્ડ પ્રસ્તુત કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે સરકારે તેની બીજી મુદતમાં જૂસ્સાપૂર્વક ઝડપી શરૂઆત કરી છે અને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસનું લક્ષ્યાંક પૂર્ણ કરવાના પ્રયત્નો આદર્યા છે. તમામ લોકો માટે સુધારાકલ્યાણ અને ન્યાયનો નિશ્ચય સરકારનું મુખ્ય ચાલકબળ બની રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોસૈનિકોયુવાનોમજૂરો, વેપારીઓસંશોધનપડોશી દેશો સાથે સારો સંબંધરોકાણમાળખાકીય વિકાસભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઇ અને સામાજિક ન્યાય જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.

કેન્દ્રીય મંત્રીએ સરકારના કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયોની વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રૂ. 6,000 હવે દરેક ખેડૂતોને આપવામાં આવશે. ઉપરાંત કેટલાક પાકો માટે લઘુતમ સમર્થન મુલ્ય બમણું કરવામાં આવ્યું છે અને કેટલાક કિસ્સાઓમાં 2014ની સરખામણીમાં ત્રણ ગણું કરવામાં આવ્યું છે. વધુમાં 10,000 ખેડૂત ઉત્પાદક મંડળોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શ્રમ કાયદામાં પરિવર્તન વેતન અને શ્રમ સુરક્ષા દ્વારા 40 કરોડ જેટલા બિનસંગઠિત ક્ષેત્રના કામદારોને લાભદાયી પુરવાર થશે. પ્રથમ વખત વેપારીઓ માટે પેન્શન સેવા પુરી પાડવામાં આવી રહી હતી. કેન્દ્રીય મંત્રીએ કર્મચારીઓ અને નિયોજકો બન્ને માટે ઇએસઆઇના અંશ દરોમાં કરવામાં આવેલા ઘટાડા અંગે પણ જાણકારી આપી હતી.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં રોકાણ વધારવા માટે સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યાં છે. જાહેર ક્ષેત્રની બેન્કોના પુનઃમૂડીકરણ માટે રૂ. 70,000 કરોડ પુરા પાડવામાં આવ્યાં છે. ભારત 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા માટે ખૂબ જ ખંતપૂર્વક પ્રયાસો કરી રહ્યું છે. સ્ટાર્ટ-અપ માટે એક અલગ ટીવી ચેનલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય હથિયારધારી પોલીસ દળ (સીએપીએફ) અધિકારીઓને બિનકાર્યરત નાણાકીય સુધારા પુરા પાડવામાં આવી રહ્યાં છે.

તેમણે જણાવ્યું હતું કે આગામી 5 વર્ષોમાં માળખાકીય વિકાસ માટે રૂ. 100 લાખ કરોડનું રોકાણ હાથ ધરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે જળ-સંબંધિત સમસ્યાઓના વ્યાપક સુધારા માટે સરકાર ઝૂંબેશ સ્વરૂપે કામગીરી કરી રહી છેજે બાબત જળ શક્તિ મંત્રાલયની રચના થકી સાબિત થાય છે.

તેમણે જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદીઓનો પ્રભાવ ઘટાડવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓની સફળતા પણ દર્શાવી હતી. તેમણે ઉમેર્યુ હતુ કે ભારત BIMSTEC અને G-20 જેવા મંચો પર વૈશ્વિક નેતૃત્વ કરનારા દેશ તરીકે ઉભરી આવ્યો છે. તેમણે પ્રધાનમંત્રીની માલદિવ અને શ્રીલંકાની મુલાકાતના મહત્ત્વ અંગે પણ જાણકારી આપી હતી.

શ્રી જાવડેકરે ચંદ્રયાન-2ના સફળ પ્રક્ષેપણ અંગે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યુ હતુ કે ભારતનું અવકાશમાં માનવસહિત મિશન ગગનયાન 2022માં પ્રક્ષેપિત કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર સામે મોટા પાયા પર કાર્યવાહી કરવામાં આવી છે. આર્થિક ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી મજબૂત બનાવવા અનેક પગલાં લેવામાં આવ્યાં છે. આજ રીતે પોન્ઝી સ્કિમ સામે કાર્યવાહી કરવા ખરડો લાવવામાં આવી રહ્યો છે.

શ્રી જાવડેકરે પોક્સો કાયદામાં સુધારા દ્વારા બાળકો વિરુદ્ધ થતાં જાતીય અપરાધો સામે સુરક્ષા માટે સરકારે લીધેલા નિર્ણાયક પગલાંઓ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશમાં તબીબી શિક્ષણમાં સુધારા માટે પગલા લેવામાં આવ્યાં છે અને દેશમાં તબીબી શિક્ષણના સંચાલનમાં પારદર્શિતા જવાબદારી અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.

કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવું માત્ર એક સ્વપ્ન નથી પરંતુ આ પચાસ દિવસમાં તેને સાકાર કરવા માટે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું સુનિયોજિત આયોજન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.