Western Times News

Gujarati News

સરકારના બધા પ્રયાસો નિષ્ફળ, નવા ૩૫૭૫ કેસ

અત્યાર સુધીમાં કુલ ૩૦૫૧૪૯ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા ઃ ૨૪ કલાકમાં અમદાવાદમાં ૮૨૩ કેસ
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે.

ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક ૩૫૭૫ કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં ૩૫૭૫ નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૨૧૭ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે.

અત્યાર સુધીમાં કુલ ૩,૦૫,૧૪૯ દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જાે કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને ૯૨.૯૦ ટકાએ પહોંચ્યો હતો. અત્યાર સુધીમાં ૭૧,૮૬,૬૧૩ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૮,૭૪,૬૭૭ વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે.

આ પ્રકારે કુલ ૮૦,૬૧,૨૯૦ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે ૬૦ વર્ષથી વધારે વયના તેમજ ૪૫-૬૦ વર્ષનાં કુલ ૧,૪૮,૧૧૧ વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને ૨૦,૬૫૬ વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જાેવા મળી નથી.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ ૧૮,૬૮૪ એક્ટિવ દર્દી છે, જે પૈકી ૧૭૫ લોકો વેન્ટિલેટર પર છે અને ૧૮,૫૦૯ લોકો સ્ટેબલ છે. ૩,૦૫,૧૪૯ લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. ૪૬૨૦ લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે ૨૨ લોકોનાં દુખદ નિધન થયા છે. સુરતમાં ૧૦, અમદાવાદમાં ૬, બનાસકાંઠામાં ૧, ભાવનગરમાં ૧, મહીસાગરમાં ૧, મહેસાણામાં ૧, પંચમહાલમાં ૧ અને વડોદરામાં ૧ આ પ્રકારે કુલ ૨૨ લોકોનાં મોત નિપજ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.