સરકારના ર્નિણયો ખેડૂતોને આર્ત્મનિભર બનાવશે અને કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત કરશેઃ વડાપ્રધાન
ગોરખપુર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૌરી ચૌરા શતાબ્દી સમારોહમાં સંબોધન કરતાં કહ્યું કે, ચૌરી ચૌરામાં જે થયું હતું તે એક પોલીસ સ્ટેશનમાં આગ ચાંપી દેવાની ઘટના નહોતો, તેનો સંદેશ ખૂબ વિશાળ અને વ્યાપક હતો. પીએમ મોદીએ કહ્યું કે, આ પહેલા આ ઘટનાને એક સામાન્ય આગચંપીના સંદર્ભમાં જાેવામાં આવી પરંતુ આગચંપી કેમ થઈ તે પણ મહત્ત્વપૂર્ણ છે. આગ પોલીસ સ્ટેશનમાં નહોતી લાગી, પરંતુ દરેક હિન્દુસ્તાનીના હૃદયમાં લાગી હતી.
આ પ્રસંગે ખેડૂતોને યાદ કરીને વડાપ્રધાને કહ્યું કે, દેશના વિકાસમાં આપણા ખેડૂતોની પણ અગત્યની ભૂમિકા છે. ખેડૂત આર્ત્મનિભર બને, તેના માટે છેલ્લા ૬ વર્ષમાં અનેક પ્રોગ્રામ કરવામાં આવ્યા છે. કોરોનાના સમયમાં આપણો દેશ મજબૂતીથી આગળ વધ્યો અને ખેડૂતોએ રેકોર્ડ ઉપજ કરી. આર્ત્મનિભર અન્નદાતાએ ભારતીય લોકતંત્રનો પ્રાણ છે.માર્કેટ યાર્ડ ખેડૂતોના ફાયદાનું બજાર બને તેના માટે વધુ એક હજાર માર્કેટ યાર્ડને ી-હટ્ઠદ્બથી જાેડવામાં આવશે. આ તમામ ર્નિણય આપણા ખેડૂતોને આર્ત્મનિભર બનાવશે. કૃષિને વધુ મજબૂત કરશે.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, આપણા દેશમાં બજેટનો અર્થ થતો હતો, માત્ર નામ પર ઘોષણા કરી દેવામાં આવે. બજેટને વોટ બેન્કનો મેનિફેસ્ટો બનાવી દીધો હતો. અગાઉની સરકારોએ બજેટને ઘોષણા પત્ર બનાવી દીધું હતું જે પૂરું નહોતું થતું. પરંતુ હવે દેશે વિચાર અને અપ્રોચ બદલી દીધો છે. આજે કોરોનાથી લડવામાં સમગ્ર દુનિયામાં દેશના વખાણ થઈ રહ્યા છે અને સમગ્ર દુનિયા આપણા કોરોના વેક્સીનેશન અભિયાનથી શીખી રહી છે.
તેમણે કહ્યું કે, દેશની પ્રગતિ પાછળ ખેડૂતો જ છે. તેમણે ચૌરી-ચૌરા સંઘર્ષમાં પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી.મોદીએ કહ્યું કે, છેલ્લા છ વર્ષમાં અમે ખેડૂતોને આર્ત્મનિભર બનાવવા માટે પગલા ભર્યા છે. આ જ કારણ રહ્યું કે, કોરોના દરમિયાન પણ એગ્રીકલ્ચર સેક્ટરમાં ગ્રોથ જાેવા મળ્યો છે. તેમણે કહ્યું કે, મંડીઓને ખેડૂતો માટે ફાયદાકારક બનાવવા માટે ૧,૦૦૦ વધુ મંડીઓને ઈ-દ્ગછસ્થી જાેડાશે.
મોદીએ કહ્યું કે, આ પવિત્ર ભૂમિ પર બલિદાન આપનાર દેશના સ્વતંત્રતા સંગ્રામને નવી દિશા આપનાર શહીદોને પ્રણામ કરું છું. સો વર્ષ પહેલા ચૌરી-ચૌરામાં જે બન્યું તે માત્ર આગ ચાંપી દેવાની ઘટના ન હતી. તે આંદોલન ઘણું વ્યાપક હતું, પહેલા જ્યારે પણ તેની વાત થઈ ત્યારે આ ઘટનાને અગ્નિદાહ તરીકે જાેવામાં આવી. આવું કેમ બન્યું તે પણ જાેવું જરૂરી છે. તે આગ પોલીસ સ્ટેશનમાં જ નહીં પણ લોકોના દિલમાં પણ લાગી હતી.તેમણે કહ્યું કે, આજથી ચૌરી-ચૌરામાં જે કાર્યક્રમ શરૂ થઈ રહ્યાં છે તે આખા વર્ષ ચાલશે. આ દરમિયાન અહીં શહીદોને યાદ કરાશે. દેશ આઝાદીની ૭૫મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે, એવામાં આ વધુ પ્રાસંગિક બની રહ્યું છે. ચૌરી-ચૌરા સંગ્રામના શહીદોને ભલે ઈતિહાસના પાનામાં પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું નથી, પણ તેમનું લોહી આ માટી સાથે મળેલું છે, જે આપણને પ્રેરણા આપતું રહે છે.
અંગ્રેજી હુકુમત તો સેંકડો સ્વતંત્રતા સેનાનીઓને ફાંસી આપવા માટે અડી ગઈ હતી, પણ બાબા રાઘવદાસ અને મહામના માલવીય જીના પ્રયાસોથી સેંકડો લોકોને ફાંસીથી બચાવી લેવાયા હતા.એવામાં આ દિવસ બાબા રાઘવદાસ અને મહામના માલવીય જીને યાદ કરવાનો પણ છે. આ કાર્યક્રમોમાં યુવાનો સ્પર્ધામાં પણ ભાગ લઈ રહ્યાં છે. તેમને સ્વતંત્રતાના ઘણા ન જાેયેલા પાસા ખબર પડશે.
મોદીએ કહ્યું કે, શતાબ્દી સમારોહના કાર્યક્રમોને લોક કળા અને આર્ત્મનિભરતા સાથે જાેડવાના પ્રયાસ કરાયા છે. સામૂહિકતાની જે શક્તિએ ગુલામીને સાંકળને તોડી હતી, તે શક્તિ ભારતને દુનિયાની મોટી તાકાત પણ બનાવશે. આ શક્તિ આર્ત્મનિભરનો મૂળભૂત આધાર છે. આ દેશને ૧૩૦ કરોડ દેશ વાસીઓ માટે આર્ત્મનિભર બનાવી રહ્યાં છે.આજે કલ્પના કરો, જ્યારે કોરોનાકાળમાં આ દેશે દુનિયાના ૧૫૦થી વધુ દેશો માટે દવા મોકલી છે. ભારતે અનેક દેશોના નાગરિકોને ઘરે સુરક્ષિત મોકલ્યા છે. આજે ભારત પોતે કોરોનાની વેક્સિન બનાવી રહ્યો છે. દુનિયાના અન્ય દેશો કરતા ઝડપથી વેક્સિન લગાવી રહ્યો છે.
બજેટ પહેલા લોકો કહેતા હતા કે કોરોના સંકટના કારણે સરકારે જનતા પર બોઝ નાંખવો જ પડશે. ટેક્સ વધારવો પડશે, પણ સરકારે આવું ન કર્યું. સરકારે દેશને આગળ વધારવા માટે વધુ ખર્ચ કરવાનો ર્નિણય કર્યો છે. આ તમામ વસ્તુ માટે કામ કરનારની પણ જરૂર પડશે. આનાથી દેશના યુવાનોને રોજગાર મળશે.
આજે કલ્પના કરો, જ્યારે કોરોનાકાળમાં આ દેશે દુનિયાના ૧૫૦થી વધુ દેશો માટે દવા મોકલી છે. આજે ભારત પોતે કોરોનાની વેક્સિન બનાવી રહ્યો છે. દુનિયાના અન્ય દેશો કરતા ઝડપથી વેક્સિન લગાવી રહ્યો છે. દેશે કોરોનાની લડાઈ જે રીતે લડી, તેની દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. આપણા વેક્સિનેશન અભિયાનથી અન્ય દેશ પણ શીખ લઈ રહ્યાં છે.
પહેલા આપણા અહીં બજેટમાં એવું હતું કે, કોઈના નામે કેટલી જાહેરાત કરાઈ. બજેટને વોટ બેન્કની ખાતાવહી બનાવી દેવાઈ હતી. પહેલાની સરકારોએ બજેટને એવી જાહેરાતોનું માધ્યમ બનાવી દીધું હતું, જે પુરી નથી કરી શકતા. હવે દેશે તે વિચાર બદલી દીધો છે.૧૯૨૨માં સ્વતંત્રતા આંદોલન સાથે જાેડાયેલા પ્રદર્શનકારીઓએ ચૌરી ચૌરામાં એક પોલીસ ચોકીમાં આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં ૨૨ પોલીસકર્મી માર્યા ગયા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. આ ઘટનામાં જીવ ગુમાવનાર સત્યાગ્રહીઓને શહીદ માનવામાં આવ્યા હતા. ચૌરી ચૌરા કાંડના શતાબ્દી વર્ષ પર તેમના પરિવારજનોને સન્માનિત કરાશે. સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવશે. સાંજે દરેક શહીદ સ્થળ પર દીપ પ્રગટાવશે.
શહીદોની યાદમાં સાંસ્કૃતક કાર્યક્રમ પણ યોજાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ખાસ પ્રસંગે એક વિશેષ ટપાલ ટિકિટ પણ બહાર પાડી. આ સમારોહ આખું વર્ષ ચાલશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત હતા. સરકારે ચૌરી ચૌરા કાંડના શહીદોના સ્મારક સ્થળ અને સંગ્રહાલયનો પુનરોદ્ધાર કર્યો છે. અહીં વિશાળ સંખ્યામાં પર્યટક આવે છે.HS