સરકારની ચેતવણી બાદ ટ્વીટરની મોટી કાર્યવાહી, 500થી વધારે ટ્વીટર એકાઉન્ટ કર્યાં બંધ
નવી દિલ્હી, ભારત સરકાર અને ટ્વીટર ઈન્ડિયાને વિવાદિત એકાઉન્ટ અને હેશટેગને લઈને સવાલ પુછ્યા હતા. જેના જવાબ ટ્વીટરે આપ્યા છે. ટ્વીટરે જણાવ્યું કે, તેની તરફથી વાંધાજનક હેશટેગને હટાવવામાં આવ્યા છે અને તેનાથી સંબંધિત કંટેન્ટને પણ દૂર કરાયું છે.
ટ્વીટર તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે, તેમને ભારત સરકારે કેટલાક એકાઉન્ટ ડિલેટ કરવા કહ્યું હતું. જેમને હટાવવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં તપાસ બાદ જાણવા મળ્યું કે, તેમનું કંટેન્ટ ભારતીય કાનુનો પ્રમાણે જ છે તો તેમને ફરી રિસ્ટોર કરી દેવામાં આવ્યા.
ટ્વીટરે પોતાના જવાબમાં કહ્યું કે, અમારી તરફથી 500થી વધારે એકાઉન્ટ્સ પર એક્શન લેવામાં આવી છે. જેની જાણકારી સરકારને પણ આપી દેવામાં આવી. ટ્વીટરે કહ્યું કે, અમે આગળ પણ સરકાર સાથે અમારી વાતચીત શરૂ રાખીશું.
પ્રજાસત્તાક દિવસે થયેલી હિંસાને લઈને પણ ટ્વીટરે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 26 જાન્યુઆરી બાદથી જ ટ્વીટર તરફથી ઘણી એવી સામગ્રીને હટાવવામાં આવી છે. જે નિયમોનું ઉલ્લંઘન કરે છે. અને માહોલ બગાડવાનું કામ કરે છે. આ દરમિયાન પણ 500 ટ્વીટ એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા, કેટલાક હેશટેગ પર રોક લગાવવામાં આવી.