Western Times News

Gujarati News

સરકારની ટીકા માટે સામાન્ય નાગરિકને પરેશાન કરી શકાય નહીં: સુપ્રીમ

નવીદિલ્હી, સરકારની ટીકા માટે સામાન્ય નાગરિકોને પરેશાન કરી શકાય નહીં સુપ્રીમ કોર્ટે એક મામલાની સુનવણી દરમિયાન આ ટીપ્પણી કરી અને કોલકતા પોલીસને ફટકાર લગાવી જેમાં દિલ્હીની એક મહિલાને કોલકતા પોલીસે વાંધાજનક ફેસબુક પોસ્ટ માટે સમન મોકલ્યું હતું. હકીકતમાં મહિલાએ કોલકતાના એક ભરચક વાળા રાજા બજાર વિસ્તારના દ્‌શ્ય જાહેર કર્યા હતાં અને આ તસવીરો દ્વારા કોરોના લોકડાઉનને લાગુ કરવા માટે મમતા બેનર્જી સરકારની ગંભીરતા પર સવાલ ઉઠાવ્યા હતાં.

કહેવાતી ફેસબુક પોસ્ટને એફઆઇઆર માટે બિનજરૂરી માનતા સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ડીવાઇ ચંદ્રચુડ અને ઇન્દિરા બેનર્જીની બેંચે કહ્યું કે જાે રાજયોની પોલીસ આ રીતે સામાન્ય લોકોને સમન જારી કરવા લાગશે તો આ એક ખતરનાક ટ્રેંડ થઇ જશે અને એવામાં કોર્ટને આગળ વધારી અભિવ્યક્તિની આઝાદીના બંધારણના અધિકારની રક્ષા કરવી પડશે જાે કે બંધારણની કલમ ૧૯(૧)એ હેઠળ દરેક નાગરિકને મળેલ છે.

સુપ્રીમ કોર્ટે કડક ટીપ્પણી કરી અને કહ્યું કે એવું લાગે છે કે તમે તે મહિલાને પાઠ ભણાવવાનું ઇચ્છો છો કે સરકારની વિરૂધ્ધ લખવાની હિમત કેવી રીતે થઇ બેંચે કહ્યું કે જાે કોઇ વ્યક્તિ સરકારની વિરૂધ્ધ ટીપ્પણી કરે છે અને રાજય કહે છે કે તે કોલકતા ચંડીગઢ કે મણિપુરમાં હાજર થાય અને ત્યારબાદ તમે કહેશો કે અમે તમને પાઠ ભણાવીશું આ એક ખતરનાક ટ્રેડ છે.આ દેશને આઝાદ બની રહેવા દો.

સુપ્રીમ કોર્ટે ૨૯ સપ્ટેમ્બરે હાઇકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી જેમાં અરજીકર્તાને તપાસમાં સહયોગ કરવા માટે કોલકતામાં હાજર થવા કહ્યું તપાસ અધિકારીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અરજીકર્તાથી પુછપરછ કરવા અને ત્યાં સુધી કે દિલ્હીમાં જઇ તથ્યોની તપાસ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી.

advt-rmd-pan

સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણી ૨૯ વર્ષની રોશની બિસ્વાસ નામની મહિલાની અરજી પર આવી છે.અરજીકર્તા રોશની બિસ્વાસ નામની મહિલાએ કોલકતા હાઇકોર્ટના નિર્ણયની વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી રોશની પર બેલીગંજ પોલીસ સ્ટેશનમાં ૧૩ મેના રોજ વાંધાજનક ફેસબુક પોસ્ટને લઇ એફઆઇઆર દાખલ કરાવી હતી ત્યારબાદ કોર્ટે મહિલાને ફેસબુક પોસ્ટને લઇ કોલકતા પોલીસની સામે હાજર થવા માટે કહ્યું હતું પોતાની ફેસબુક પેજ પર કરવામાં આવેલ પોસ્ટમાં મહિલાએ રાજા બજાર વિસ્તારમાં લોકડાઉનની ઉપેક્ષા ઉડાવવા પર મમતા સરકારની ટીકા કરી હતી.

કોલકતા પોલીસે તેને અપરાધિક પ્રક્રિયા સંહિતાની કલમ હેઠળ સમન જારી કર્યું અને મામલામાં પુછપરછ કરવા માટે કોલકતામાં હાજર થવા માટે કહ્યું હતું. હાઇકોર્ટે પણ રોશનીને ૨૯ સપ્ટેમ્બરે પોલીસની સામે હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.ત્યારબાદ રોશનીએ કોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.