સરકારની દૂધ સંજીવની યોજના પાણીમાં!! મેઘરજ પંથકમાં દૂધ બાળકોના પેટમાં જવાના બદલે ટેમ્પોમાંથી સીધું નદીમાં ઠાલવ્યું
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લાની સરકારી શાળામાં દૂધ પહોંચાડતી કોન્ટ્રાક એજન્સી અને શિક્ષકોની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. મેઘરજ તાલુકાની પ્રાથમિક શાળામાં દૂધ સંજીવની યોજના દ્વારા વિદ્યાર્થીઓ માટે આવતું દુધ યોગ્ય વિતરણ વ્યવસ્થાને અભાવે બગડી પણ જતું હોવાની ઘટનાઓ છાસવારે બનતી હોય છે શાળાના વિદ્યાર્થીઓમાંથી કુપોષણ દૂર થાય અને બાળકોને પોષ્ટિક આહાર મળે તેવા હેતુસર સરકાર દુધ સંજીવની યોજના દ્વારા શાળાઓમાં દૂધ આપે છે, પરંતુ કોન્ટ્રાકટરની બેદરકારી અને શિક્ષકોની નિષ્કાળજીના કારણે દૂધનો આ જથ્થો બગડી જતો હોવાનું મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે.
સોશ્યલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોના દ્રશ્યોમાં જોઇ શકાય છે કે જે દૂધનું કેરેટ ભરેલ વાહન માંથી દૂધ સંજીવની યોજના દૂધના જથ્થાને નદીમાં વહેવડાવીને નાશ કરવામાં આવે છે.બાળકોના પેટમાં જવાના બદલે અમૃત સમાન દૂધ નદીમાં વહાવી દેતા વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં કોઈ કહેનાર ના હોય તેમ બાળકોના કુપોષણને દૂર કરવા અને કુપોષણ અટકાવવા દૂધ સંજીવની યોજના અંતર્ગત પુરા પાડતા દૂધના પાઉચ નદીમાં વહેડાવી દેવામાં આવે છે જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે દૂધ સંજીવની યોજનામાં પૂરું પાડવાનું કામકાજ કરતી ખાનગી કોન્ટ્રાક કંપની જવાબદાર તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓના છુપા આશીર્વાદ થી કેટલીક શાળાઓમાં તો દૂધ જ પહોંચાડતી ન હોવાની સાથે બપોર પછી દૂધ પહોંચાડવામાં આવતું હોવાનું વાલીઓમા ચર્ચાઈ રહ્યું છે.*