સરકારની દેશમાં લોકડાઉન લગાવવાની કોઇ યોજના નથી
નવીદિલ્હી: શું કેન્દ્ર સરકાર તરફથી દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવશે સોશલ મીડિયામાં તેને લઇ ખુબ ચર્ચા થઇ રહી છે જાે કે કેન્દ્ર સરકારના અધિકારીઓનું કહેવુ છે કે આવી કોઇ યોજના નથી સત્તાવાર સુત્રોનું કહેવુ છે કે દેશમાં લોકડાઉનની કેન્દ્ર સરકારની કોઇ યોજના નથી પરંતુ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લઇ જરૂર કોરોનાના સંક્રમણને રોકવા માટે પ્રતિબંધો વધારવા માટે કહેવામાં આવ્યું છે.એ યાદ રહે કે દેશભરાં કોરોના સંક્રમણના મામલામાં સતત વધારો થઇ રહ્યો છે અનેક રાજયોની સરકારોએ લોકોની મુવમેંટ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
અત્યાર સુધી લગભગ ૧૦ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી કોરોના કરફયુ અને લોકડાઉન જેવી સ્થિતિ લાગુ કરવામાં આવી છે.
આ દરમિયન આરોગ્ય મંત્રાલય તરફથી પણ દેશના એવા જીલ્લામાં કડક લોકડાઉનની સલાહ આપવામાં આવી છે જયાં કોરોનાના પોઝીટીવીટી રેટ ૧૫ ટકાથી વધુ છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ અને કોરોના ટાસ્ક ફોર્સ તરફથી પણ આ સંબંધમાં ચિંતા વ્યકત કરવામાં આવી છે.દેશમાં ગત લગભગ ૧૦ દિવસોથી કોરોનાના ત્રણ લાખથી વધુ નવા એકટીવ કેસો જાેવા મળી રહ્યાં છે અનેક રાજયોમાં શ્મશાનો અને કબ્રસ્તાનોમાં પણ સંકટ જાેવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે લોકડાઉનથી મોટી સંખ્યામાં રોજગાર છીનવાઇ જશે અને પ્રવાસી મજદુરો વધુ પ્રભાવિત થશે