Western Times News

Gujarati News

સરકારની સહાય મળતાં પરિવારે જાતે જ મહેનત કરીને છ મહિનામાં જ ઘર બનાવ્યું

પ્રતિકાત્મક

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા ફકત છ મહિનામાં જ પોતાનું પાકું મકાન બનાવી દીધું.

ખેતી-મજૂરીકામ કરતા છત્રસિંહે પ૮ વર્ષની ઉંમરે દોઢ લાખથી વધુની સહાય મળતાં પોતાના ઘરના ઘરનું સપનું સાકાર કર્યું

દાહોદ, વર્ષો નીકળી જતા હોય છે પોતાનું સપનું સાકાર કરવામાં, અથાગ પરિશ્રમ કરવાની તૈયારી છતા પણ સપના, સપના રહી જતા હો યછે. દાહોદના છત્રસિંહ બારીયાએ પોતાનું પાકું ઘર બનાવવાની ઈચ્છા સાથે એક ઉમર પસાર થઈ ગઈ છતાં પણ પોતાના પરિવારને પાકું ઘર ન આપી શક્યા.

આખરે પ૮ વર્ષની ઉંમરે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવી તેઓ પોતાના આ સપનાને સાકાર કરી શક્યા. સરકાર દ્વારા સહાય મળતાં જ છત્રસિંહે પોતાના કુટુંબ સહિત મહેનત કરીને ફકત છ મહિનામાં જ પાકું ઘર બનાવી દીધું હતું. આ યોજના અંતર્ગત તેમને દોઢ લાખથી પણ વધુની સહાય પ્રાપ્ત થઈ છે.

દાહોદના પાલ્લી ગામમાં પોતાના સાત જણાંના પરિવાર સાથે રહેતા છત્રસિંહ જાેખનાભાઈ બારીઆ વર્ષોથી પોતાનું પાકુ મકાન બનાવવા માંગતા હતા ખેતી અને મજુરીકામ કરતા છત્રસિંહ પાસે આ માટે જરૂરી આવક નહોતી. પરિવારનું ગુજરાન તેઓ સરળતાથી ચલાવી શકતા હતા પરંતુ પાકુ મકાન બનાવવા માટ ેતેમની પાસે કોઈ બચત હતી નહી.

પાલ્લી ગામના છત્રસિંહે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો અને વર્ષ- ર૦૧૯માં તેમને આ યોજના અંતર્ગત સહાયનો પહેલો હપ્તો રૂા.૩૦ હજાર મળ્યા. ત્યારબાદ તબક્કાવાર તેમને રૂા.પ૦ હજાર અને રૂા.૪૦ હજાર મળ્યા. આ યોજના અંતર્ગત છ મહિનામાં મકાન તૈયાર કરી દેવામાં આવે તો અતિરિકત રૂા.ર૦ હજારની સહાય આપવામાં આવે છે.

છત્રસિંહે છ મહિનામાં જ મકાન બનાવી દેતા તેમને આ સહાય પણ પ્રાપ્ત થઈ. આ ઉપરાંત મકાન બનાવવા પોતાના કુટુંબ સહિત જાતે જ મહેનત કરીને તૈયાર કર્યુ હોય, નરેગા યોજના હેઠળ રૂા.૧૭ર૮૦ની સહાય પ્રાપ્ત થઈ અને છત્રસિંહના પરિવારનું પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થયું છે.

સરકાર પ્રત્યે ધન્યવાદ ભાવ વ્યકત કરતા છત્રસિંહ બારીઆ જણાવે છે કે, વર્ષોથી અમે કાચા મકાનમાં રહેતા હતા કાચા મકાનમાં અનેક અગવડો રહેતી અને જંગલી જાનવરોનો ડર પણ રહેતો. પોતાનું પાકું મકાન બનાવવાની મારી ઈચ્છા હતી. પરંતુ કદી પણ એટલા પૈસાની બચત થઈ શકતી નહોતી.

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા મે ફકત છ મહિનામાં જ પોતાનું પાકું મકાન બનાવી દીધું. આ મકાન બનાવવા અમારા આખાય પરિવારે મહેનત કરી પણ સરકારનો સાથ મળ્યો એટલે આ બધુ શક્ય બની શકયું. આ દોઢ લાખની સહાય ના મળી હોત તો આ ઉંમરે પણ મારૂ પોતાનું મકાન બનાવી શકયો ન હોત.

ગરીબ પરિવારો જે પૈસાના અભાવે પોતાનું પાકું મકાન નથી બનાવી શકતા તેવા પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આશિર્વાદ સમાન છે. છત્રસિંહ જેવા લાખો પરિવારોએ આ યોજનાનો લાભ લઈને પોતાનું પાકું મકાન બનાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.