સરકારનું આર્થિક પેકેજ પણ જુમલો સાબિત થયું: રાહુલ
નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે એકવાર ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોરોના સંકટ દરમિયાન સરકારે જે ૨૦ લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું તે જમીન પર જાેવા મળી રહ્યું નથી અને જાહેરાત કરવામાં નિષ્ણાંત સરકારનું આ પેકેજ પણ જુમલો સાબિત થયું છે.
રાહુલે ટ્વીટ કરીને કહ્યું કે ચુંટણી જુમલો ૧૫ લાખ એકાઉન્ટમાં,કોરોના જુમલો ૨૦ લાખ કરોડનું પેકેજ, આ સાથે જ તેમણે એક ખબર પોસ્ટ કરી છે
જેમાં માહતીના અધિકાર આરટીઆઇ હેઠળ માંગવામાં આવેલ માહિતીમાં સરકારે બતાવ્યું છે કે આ વર્ષ મેમાં જે ૨૦ લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કોરોનાનો સામનો કરવા માટે કરી હતી
તેના માત્ર ૧૦ ટકા પૈસા જ વિતરિત થયા છે કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ રીતે ૧૫ લાખ રૂપિયા ખાતાના ચુંટણી જુમલાની જેમ મોદી સરકારના ૨૦ લાખ કરોડ રૂપિયાનું પેકેજ પણ કોરોના જુમલો સાબિત થયુ છે.HS