સરકારને અસ્થિર કરવા સામે તાલિબાનની ચેતવણી
કાબુલ, અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વાપસી બાદ અમેરિકા અને તાલિબાન પહેલી વખત આમને-સામને આવ્યા છે. શનિવારે કતારના દોહા ખાતે અમેરિકી અધિકારીઓ અને તાલિબાનના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ વાર્તા બાદ અમેરિકાના કહેવા પ્રમાણે તેઓ તાલિબાની સરકારને માન્યતા આપ્યા વગર જ અફઘાનિસ્તાનના લોકોની મદદ કરવા માટે તૈયાર છે.
તે સિવાય અમેરિકાએ કહ્યું હતું કે, હવે તાલિબાનને તેના નિવેદનોથી નહીં પણ તેના કાર્યોથી આંકવામાં આવશે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું કે, અમેરિકી પ્રતિનિધિ મંડળે દોહા વાર્તા દરમિયાન તાલિબાની પ્રતિનિધિઓ સાથે મુલાકાત યોજી અને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય હિતના મુદ્દે ચર્ચા કરી. તેમાં આતંકવાદ, સુરક્ષા, વિદેશી નાગરિકોની સુરક્ષાનો સમાવેશ થાય છે.
તે સિવાય બંને દેશોએ યુવતીઓ અને મહિલાઓના મુદ્દે પણ વાત કરી. જાેકે આ વાર્તાલાપ દરમિયાન તાલિબાનના તેવર આકરા હતા. કાર્યવાહક વિદેશ મંત્રી અમીર ખાન મુક્તીએ અમેરિકાને ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે, તે અફઘાનિસ્તાનને અસ્થિર કરવાનો પ્રયત્ન ન કરે.
દોહા ખાતે થયેલી વાર્તા બાદ અમીર ખાને પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અમે તેમને સ્પષ્ટપણે કહી દીધું છે કે, અફઘાનિસ્તાનમાં સરકારને અસ્થિર કરવા માટે પ્રયત્ન પણ ન કરતા નહીં તો તે કોઈના પણ માટે સારૂ નહીં રહે. જાે અફઘાનિસ્તાનની વર્તમાન સરકારને નબળી પાડવા માટે કોઈ પણ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવશે તો તે બાકીની દુનિયા માટે પણ મુશ્કેલી સર્જશે. તે સિવાય તાલિબાને અફઘાનિસ્તાનની કેન્દ્રીય બેંકના ભંડાર પર લાગેલા પ્રતિબંધ દૂર કરવા જણાવ્યું હતું.SSS