સરકારને સુપ્રીમ કોર્ટે સીધો પ્રશ્ન કર્યો-આધારને સોશિયલ મિડિયા સાથે લિન્ક કરવા યોજના છે
કોઇ યોજના છે તો તે સંદર્ભમાં ૨૪મી સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપવા કેન્દ્રને હુકમ – ફેસબુક તરફથી રજૂઆત
નવી દિલ્હી,
સુપ્રીમ કોર્ટે આજે સોશિયલ મિડિયા સાથે આધારને લિંક કરવાને લઇને કેન્દ્ર સરકાર સમક્ષ કેટલાક પ્રશ્નો કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પ્રશ્ન કર્યો હતો કે, સોશિયલ મિડિયા સાથે આધારને લિંક કરવાની જા કોઇ યોજના છે તો ચોક્કસપણે માહિતી આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે આજે સરકારને પ્રશ્ન કરતા કહ્યું હતું કે, જાે સરકાર સોશિયલ મિડિયા એકાઉન્ટને આધાર સાથે લિંક કરવા માટે કોઇ પગલા પર વિચારણા કરી રહી છે તો તે યોજના અંગે માહિતી આપવામાં આવે તે જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને ૨૪મી સપ્ટેમ્બર સુધી જવાબ આપવા માટે સૂચના આપી છે. એજ દિવસે સમગ્ર મામલામાં આગામી સુનાવણી કરવામાં આવનાર છે. ફેસબુકે અલગ અલગ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીઓને ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ માંગ કરી છે. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સોશિયલ મિડિયા એકાઉન્ટને આધાર અથવા તો અન્ય ઓળખપત્ર સાથે લિંક કરવાની રજૂઆત કરી છે.
સુપ્રીમ કોર્ટ તરફથી જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોસની બનેલી બેંચે કેન્દ્ર સરકાર સમક્ષ ૨૪મી સપ્ટેમ્બર સુધી જવાબ આપવા માટે સૂચના આપી દીધી છે. એજ દિવસે મામલાની આગામી સુનાવણી થશે. બેંચે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, સોશિયલ મિડિયા એકાઉન્ટને જાડવા માટે કોઇ પ્રયાસ થઇ રહ્યા છે કે કેમ. બીજી બાજુ ફેસબુકે હાઈકોર્ટ સમક્ષ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની અરજી કરી હતી.
ફેસબુક તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ આદેશ કર્યો હતો. સોશિયલ મિડિયા સાઇટ ફેસબુકે જુદા જુદા હાઈકોર્ટના પારસ્પરિક વિરોધી ચુકાદાની સંભાવનાને ટાળીને ન્યાયના હિતમાં સેવા કરવા સુપ્રીમમાં રજૂઆત કરી છે.