સરકારી ઓળખકાર્ડ નહીં ધરાવનારા જૈન મુનિઓનું સુરતમાં વેક્સિનેશન
(એજન્સી) અમદાવાદ, જૈન સમાજમાં દિક્ષા લેનાર ગુરૂ ભગવંત (જૈન મુનિઓ પાસે દીક્ષા લેીધા બાદ કોઈપણ પ્રકારનુ સરકારી ઓળખ કાર્ડ ન હોય એવા મુનિઓને આજે સુરત મ્યુનિસિપલ તંત્ર દ્વારા વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યુ હતુ.
સુરતમાં રહેતા જૈન મુનિઓ કે જેમની પાસે કોઈ સરકારી આધાર-પુરાવા કે ઓળખ કાર્ડ હોતા નથી. અને ઓળખ કાર્ડ વિના વેકસિનેશન થતુ ન હોવાથી પૂર્વ મેયર નિરવ શાહ દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને એક પત્ર લખીને જૈન મુનિઓને વેક્સિનેશન માટે વિનંતી કરવામાં આવી હતી.
મુનિઓ દ્વારા વેક્સિન લેવામા આવે તો સમાજમાં જાગૃતિ આવે એમ હોય મ્યુનિસિપલ તંત્રએ જૈન મુનિઓને વક્સિનેશન માટેની તૈયારી બતાવી હતી. પ.પૂ.આચાર્ય ભગવંત યશોવિજય સુરીશ્વરજી મહારાજ સાહેબ, પ.પૂ. આચાર્ય ભગવંત મુનિચંદ્રવિજય સુરીશ્વરજી મહારાજ સાહેબ,આચાર્ય ભગવંત રાજપુણ્યસુરીશ્વરજી મહારાજ સાહેબ સહિત પ૦ જૈન મુનિઓને વેક્સિન આપવામા આવી હતી.
આ વેકસિનેશન બાદ અન્ય મુનિઓને પણ વેક્સીન આપવામાં આવશેે અને મુનિઓએ વેક્સિન લીધી હોવાથી સમાજના અન્ય લોકો પણ વેક્સિનેશન માટેે જાગૃત થશે અને વેક્સિનેશન માટેની સંખ્યામાં વધારો થશે એવી શક્યતાઓ છે.