સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મુજપુર-ધોળકામાં પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની માનદ સેવાઓ માટે અરજી કરી શકાશે
રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની અમદાવાદ જીલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ધોળકા ખાતે ચાલતા (૧) ઈલેક્ટ્રિકલ ગ્રુપ અને (૨) મિકેનિકલ ગ્રુપનાં NCVT/GCVT/NSQF શોર્ટ ટર્મના જુદા જુદા વ્યવસાયોમાં સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થારૂપે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર (મુલાકાતી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર)ની માનદ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
ઉમેદવારોએ અરજીમાં શૈક્ષણિક લાયકાત, અનુભવ અને સંપર્ક નંબર સાથેની વિગતવાર માહિતી તમામ આધારભૂત પુરાવાઓ સાથે રજુ કરવાની રહેશે. લાયકાતના ધોરણો NCVT/GCVT ધ્વારા નિયત કરવામાં આવ્યા છે તે ટ્રેડના સિલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે.
આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે સંસ્થાઓનો સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ CITS પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે.
આ સંપૂર્ણ પ્રક્રિયા મેરીટ આધારિત રહેશે. પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોએ કોઈ અન્ય સેવા વિષયક હક્ક દાવો રહેશે નહિ. તે મુજબનું લેખિતમાં એફીડેવીટથી બાહેધરીપત્ર આપવાનું રહેશે. પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની અરજીનો નમુનો સંસ્થાની વેબસાઈટhttps://itidholka.gujarat.gov.in (Download માં Application) માંથી મળી શકશે. જરૂરી પ્રમાણપત્રો સેલ્ફ એટેસ્ટેડ કરી સાથે બિડાણ કરવાના રહેશે.
ઉમેદવારોની લાયકાતમાં જે તે અનુરૂપ શાખામાં ડિગ્રી અને ત્યારબાદનો ૦૧ વર્ષનો અનુભવ અથવા ડીપ્લોમાં અને ત્યારબાદનો ૦૨ વર્ષનો અનુભવ અથવા CITS બાદનો ૦૩ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. તથા સંસ્થામાં રૂબરૂ અરજી આપવાની અથવા રજી.એડીથી પહોચાડવાની છેલ્લી તારીખ સમાચાર પ્રસિધ્ધ થયાના ૧૫ દિવસ સુધી માન્ય રહેશે.
રૂબરૂ મુલાકાત માટે આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ધોળકા, ક્રિષ્નાવાટીકા સોસાયટીની સામે, ખેડા-બગોદરા હાઈવે, મુજપુર રોડ, મઘીયા ચોકડી- મું. ધોળકા, જિ. અમદાવાદ પીન. ૩૮૨૨૨૫ પર સંપર્ક કરવાનો રહેશે. તેમ આચાર્ય શ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા,ધોળકાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.