સરકારી કર્મચારી પર ફોજદારી કેસની કાર્યવાહી માટે પૂર્વ મંજૂરી જરૂરીઃ SC

Files Photo
નવી દિલ્હી, જો સરકારી કર્મચારી પર તેમની સત્તાવાર ફરજનું પાલન કરી રહ્યા હોય તેવા સંજોગોમાં તેમની વિરુદ્ધ ફોજદારી કેસ કરવા માટે પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે.
જસ્ટિસ બી.વી. નાગરત્ના તથા સતિશ ચંદ્ર શર્માની બેન્ચે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્ર્સ ઓથરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) હેઠળના બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડડ્ર્સ(બીઆઈએસ)ના અધિકારી સુનેતી તુટેજા નામના અધિકારી વિરુદ્ધનો જાતીય સતામણીનો ફોજદારી કેસ રદ્દ કરતાં ઉપરોક્ત નિરીક્ષણ કર્યું હતું.
એફએસએસએઆઈના એસોસિયેટ ડિરેક્ટરે જાતીય સતામણી મામલે પોતાના ડિરેક્ટર વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. બેન્ચે જણાવ્યું હતું કે, અહીં એ બાબત ધ્યાન પર લેવાની છે કે, આરોપી સરકારી અધિકારી તેની સત્તાવાર ફરજ બજાવતો હતો કે કેમ, અને જો તેનો જવાબ ‘હા’ હોય તો તેની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરતાં પહેલાં મંજૂરી લેવી આવશ્યક છે.
બેન્ચે એમ પણ જણાવ્યું હતું કે, સીઆરપીસીની કલમ, ૧૯૭ હેઠળ જરૂરી પૂર્વમંજૂરી લેવી જરૂરી હોવાનું ધ્યાનમાં લેવામાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નિષ્ફળ રહ્યાં છે.
સીઆરપીસીની કલમમાં જજીસ અને સરકારી કર્મચારી સામે કાર્યવાહીની જોગવાઈઓ છે જે મુજબ જો કોઈ સરકારી કર્મચારી પર સત્તાવાર ફરજ બજાવતી વખતે કોઈ ગુના કર્યાનો આરોપ લાગે તો, પૂર્વમંજૂરી વગર કોઈ પણ અદાલત તેનું સંજ્ઞાન ના લઈ શકે.
અલ્હાબાદ હાઈકોર્ટે તૂટેજા સામેની ચાર્જશીટ અને તેમની સામેનો સમન્સનો આદેશ રદ્દ કર્યાે હતો, જેની સામે તેઓએ સર્વાેચ્ચ અદાલતનું શરણું લીધું હતું.
સર્વાેચ્ચ અદાલતે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, તૂટેજા સામે કાર્યવાહી કરતાં પહેલાં પૂર્વમંજૂરી લીધી નહીં હોવાના કારણે તેમની સામેની ફોજદારી કાર્યવાહી તથા ૨૦૨૨નો સમન્સનો આદેશ અયોગ્ય છે.SS1MS