સરકારી કર્મીઓનો જુલાઈમાં ૪ ટકા ડીએ વધવાની શક્યતા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/2000.webp)
Presentation Image
નવી દિલ્હી,સાતમાં પગાર પંચમાં સરકારી કર્મચારીઓને ઘણા લાભ મળ્યા છે. સાતમાં પગાર પંચ અનુસાર ડીએને વર્ષમાં બે વખત વધારવામાં આવે છે.પહેલી વખત મોંઘવારી ભથ્થાને જાન્યુઆરીમાં વધારવામાં આવે છે અને બીજાે સુધારો જુલાઈમાં થાય છે. ત્યારે કેન્દ્ર સરકાર તેમના લાખો કર્મચારીઓને વધુ એક ભેટ આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર જુલાઈમાં ફરી એકવાર મોંધવારી ભથ્થું વધારી શકે છે.
આ વખતે ડીએને ૪ ટકા વધારવામાં આવે તેવી અટકળો જાેવા મળી રહી છે. જેના કારણે કેન્દ્ર સરકારના લગભગ ૫૦ લાખ કર્મચારીઓનો પગાર ફરી એકવાર વધી જશે.મળતી માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર ૧ જુલાઈથી ડીએને ૪ ટકા વધારવાની જાહેરાત કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, સતત ૨ મહિના જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એઆઇસીપીઆઇ ઇન્ડેક્સ ઘટ્યો, પરંતુ ત્યારબાદ માર્ચમાં ફરી તેજી જાેવા મળી. જાન્યુઆરીમાં આ ઇન્ડેક્સ ઘટીને ૧૨૫.૧ પર આવી ગયો હતો.
જ્યારે ફેબ્રુઆરીમાં વધુ ઘટાડા સાથે ૧૨૫ પોઈન્ટ થઈ ગયો હતો. જાે કે, ત્યારબાદ માર્ચમાં આ એક ઝટકા સાથે ૧ પોઈન્ટ વધીને ૧૨૬ પર પહોંચી ગયો. આ કારણે ફરી એકવાર મોંધવારી ભથ્થામાં વધારો કરવામાં આવશે તેવી અટકળો છે.માર્ચમાં એઆઇસીપીઆઇ ઇન્ડેક્સ વધવાથી લોકોને આશા છે કે જુલાઈમાં ફરી મોંધવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો થઈ શકે છે. મોંઘવારી ભથ્થામાં સુધારો એઆઇસીપીઆઇ ઇન્ડેક્સના આધારે કરવામાં આવે છે.
ત્યારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીના મારથી બચાવવા માટે તેમના પગાર/ પેન્શનમાં ડીએ કંપોનેન્ટ જાેડવામાં આવ્યું છે. સાતમાં પગાર પંચ અનુસાર ડીએને વર્ષમાં બે વખત વધારવામાં આવે છે. પહેલી વખત મોંઘવારી ભથ્થાને જાન્યુઆરીમાં વધારવામાં આવે છે અને બીજાે સુધારો જુલાઈમાં થાય છે. ત્યારે કેન્દ્ર સરકારનો આ ર્નિણય મોંઘવારીના દર પર આધાર કરે છે.જાે સરકાર ડીએ વધારવાનો ર્નિણય કરે છે તો ૫૦ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને તાત્કાલીક ધોરણે તેનો લાભ મળશે અને તેમનો પગાર ફરીથી વધી જશે.
કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હાલ કેન્દ્રીય કર્મચારીઓને ૩૪ ટકાના દરથી મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જુલાઈમાં ફરીથી મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કરવામાં આવે છે તો સરકારી કર્મચારીઓના ડીએનો દર ૩૮ ટકા થઈ જશે.ss2kp