સરકારી કર્મીઓ માટેના પગાર પંચની પ્રથા બંધ કરવા વિચારણા

નવી દિલ્હી, કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલ સાતમા પગાર પંચ પ્રમાણે વેતન મળી રહ્યું છે. જાેકે એવું બની શકે કે, પગાર વધારા માટે લાગુ કરવામાં આવેલું આ અંતિમ પગાર પંચ હોય. કેન્દ્ર સરકાર હવેથી કર્મચારીઓના પગાર માટે નવી ફોર્મ્યુલા લાગુ કરીને પગાર પંચની પ્રથા બંધ કરવા અંગે વિચારણા કરી રહી છે. પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીએ વર્ષ ૨૦૧૬માં આ નવી ફોર્મ્યુલા અંગે વાત કરી હતી પરંતુ તેમના અવસાન બાદ એ ફાઈલ અભેરાઈ પર ચઢાવી દેવાઈ હતી.
એક અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકાર કર્મચારીઓના વેતન વધારા માટે પગાર પંચને બદલે કશુંક નવું લાવે તેવી શક્યતા છે. સરકાર આઠમું પગાર પંચ નહીં લાવે તેવી શક્યતા જણાઈ રહી છે. કર્મચારીઓના પગારમાં હવેથી તેમના પરફોર્મન્સના આધાર પર વધારો થઈ શકે છે. સરકાર દ્વારા હાલ નવી ફોર્મ્યુલાના ફાયદા અને ગેરફાયદા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
પગાર પંચના બદલે કર્મચારીઓના પગારમાં વધારા માટે તેમના પરફોર્મન્સના આધાર પર સેલેરી હાઈક આપવાનો વિચાર પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીનો છે. તેમણે જુલાઈ ૨૦૧૬માં આ દિશામાં ઈશારો કરતા કહ્યું હતું કે, ‘આપણે હવે પગાર પંચમાંથી બહાર આવીને હવે કર્મચારીઓ માટે પણ વિચારવું જાેઈએ.સરકાર એ દિશામાં કામ કરી રહી છે કે, ૬૮ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૫૨ લાખ પેન્શનર્સ માટે એવી ફોર્મ્યુલા બનાવવામાં આવે જેમાં ૫૦% ડ્ઢછ થવા પર પગારમાં પોતાની જાતે જ વધારો થઈ જાય.
આ પ્રક્રિયાને ઓટોમેટિકલી પે રિવિઝન નામ આપવામાં આવે તેવી શક્યતા છે. જાેકે સરકારે હજુ પગાર પંચની સમાપ્તિ અને નવી ફોર્મ્યુલા લાગુ કરવા અંગે કોઈ જ અંતિમ ર્નિણય નથી લીધેલો અને હાલ આ મુદ્દો વિચાર-વિમર્શના તબક્કામાં જ છે.
અરૂણ જેટલી ઈચ્છતા હતા કે, મધ્યમ સ્તરના કર્મચારીઓની સાથે-સાથે નિમ્ન સ્તરના કર્મચારીઓના વેતનમાં પણ સારો વધારો થવો જાેઈએ. જાે કે આ માટે ફોર્મ્યુલા બનાવવાનું હજું બાકી છે. જાે આ નવી ફોર્મ્યુલા લાગુ થશે તો લેવલ મેટ્રિક્સ ૧થી ૫વાળા કેન્દ્રીય કર્મચારીઓનો બેઝિક પગાર લઘુત્તમ ૨૧ હજાર રૂપિયા થઈ શકે છે.ss2kp