Western Times News

Gujarati News

સરકારી કર્મીઓ માટેના પગાર પંચની પ્રથા બંધ કરવા વિચારણા

પ્રતિકાત્મક

નવીદિલ્હી, કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલ સાતમા પગાર પંચ પ્રમાણે વેતન મળી રહ્યું છે. જાેકે એવું બની શકે કે, પગાર વધારા માટે લાગુ કરવામાં આવેલું આ અંતિમ પગાર પંચ હોય.

કેન્દ્ર સરકાર હવેથી કર્મચારીઓના પગાર માટે નવી ફોર્મ્યુલા લાગુ કરીને પગાર પંચની પ્રથા બંધ કરવા અંગે વિચારણા કરી રહી છે. પૂર્વ નાણા મંત્રી અરૃણ જેટલીએ વર્ષ ૨૦૧૬માં આ નવી ફોર્મ્યુલા અંગે વાત કરી હતી પરંતુ તેમના અવસાન બાદ એ ફાઈલ અભેરાઈ પર ચઢાવી દેવાઈ હતી.

એક અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકાર કર્મચારીઓના વેતન વધારા માટે પગાર પંચને બદલે કશુંક નવું લાવે તેવી શકયતા છે. સરકાર આઠમું પગાર પંચ નહીં લાવે તેવી શકયતા જણાઈ રહી છે. કર્મચારીઓના પગારમાં હવેથી તેમના પરફોર્મન્સના આધાર પર વધારો થઈ શકે છે. સરકાર દ્વારા હાલ નવી ફોર્મ્યુલાના ફાયદા અને ગેરફાયદા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

પગાર પંચના બદલે કર્મચારીઓના પગારમાં વધારા માટે તેમના પરફોર્મન્સના આધાર પર સેલેરી હાઈક આપવાનો વિચાર પૂર્વ નાણા મંત્રી અરૃણ જેટલીનો છે. તેમણે જુલાઈ ૨૦૧૬માં આ દિશામાં ઈશારો કરતા કહ્યું હતું કે, ‘આપણે હવે પગાર પંચમાંથી બહાર આવીને હવે કર્મચારીઓ માટે પણ વિચારવું જાેઈએ.

સરકાર એ દિશામાં કામ કરી રહી છે કે, ૬૮ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૫૨ લાખ પેન્શનર્સ માટે એવી ફોર્મ્યુલા બનાવવામાં આવે જેમાં ૫૦%  થવા પર પગારમાં પોતાની જાતે જ વધારો થઈ જાય. આ પ્રક્રિયાને ઓટોમેટિકલી પે રિવિઝન નામ આપવામાં આવે તેવી શકયતા છે. જાેકે સરકારે હજુ પગાર પંચની સમાપ્તિ અને નવી ફોર્મ્યુલા લાગુ કરવા અંગે કોઈ જ અંતિમ ર્નિણય નથી લીધેલો અને હાલ આ મુદ્દો વિચાર-વિમર્શના તબક્કામાં જ છે.

અરૃણ જેટલી ઈચ્છતા હતા કે, મધ્યમ સ્તરના કર્મચારીઓની સાથે-સાથે નિમ્ન સ્તરના કર્મચારીઓના વેતનમાં પણ સારો વધારો થવો જાેઈએ. જાે કે આ માટે ફોર્મ્યુલા બનાવવાનું હજુ બાકી છે. જાે આ નવી ફોર્મ્યુલા લાગુ થશે તો લેવલ મેટ્રિક્સ ૧થી ૫ટ્ટાવાળા સુધીના કેન્દ્રીય કર્મચારીઓનો બેઝિક પગાર લઘુત્તમ ૨૧ હજાર રૃપિયા થઈ શકે છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.