સરકારી કાર્યાલયમાં બળજબરીથી PM મોદીની તસવીર હટાવવામાં આવી
ચેન્નાઇ, તમિલનાડુના તંજાવુર જિલ્લામાં એક સરકારી ઓફિસમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર બળજબરીથી હટાવી દેવામાં આવી છે. આને લગતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભાજપના નેતાઓએ પંચાયત ઓફિસમાંથી પીએમ મોદીની તસવીર હટાવવા સામે વાંધો ઉઠાવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે તંજબુર જિલ્લાના વેપ્પથુર નગર પંચાયત પ્રમુખે પંચાયત ઓફિસમાં પીએમ નરેન્દ્ર મોદીનો ફોટો લગાવ્યો હતો. પરંતુ જ્યારે નગર પંચાયત પ્રમુખના પતિને ખબર પડી કે ઓફિસમાં પીએમ મોદીનો ફોટો છે તો તેઓ ઓફિસમાં આવ્યા અને ભારે હોબાળો મચાવ્યો અને પીએમ મોદીનો ફોટો હટાવી દીધો.
રાજ્યમાં ભાજપ આઇટી સેલના પ્રમુખ ર્નિમલ કુમારે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ર્નિમલ કુમારે લખ્યું, તંજાવુર જિલ્લા, વેપ્પથુર નગર પંચાયત પ્રમુખને તેમના પતિ મથ્યાલગન દ્વારા સરકારી ઓફિસમાંથી પીએમ મોદીનો ફોટો હટાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
સેન્ટ્રલ ઑફિસમાં કામ કરતા આ મથિયાલગણે નગરપાલિકા સચિવને પણ ચેતવણી આપી હતી કે સરકારી ઑફિસમાં પીએમની તસવીર ન લગાવવી જાેઈએ. જાેકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે વિવાદ વધ્યા બાદ પંચાયત ઓફિસની દિવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ફરી લગાવી દેવામાં આવી છે.
આ સમગ્ર વિવાદ પર રાજ્ય સરકાર દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે.HS