Western Times News

Gujarati News

સરકારી-ખાનગી ઑફિસો ૧૦૦ ટકા સ્ટાફની સાથે કામ કરી શકશે

Files Photo

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. કોરોનાની બીજી લહેરમાં ૨૮મી એપ્રિલથી કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જે હવે ફક્ત ૧૨૦૦ કેસની એવરેજ પર હતો અને આ એવરેજમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. દરમિયાનમાં સરકાર રાજ્યમાં જનજીવન થાળે કરવાની કવાયતમાં છે.

સરકારે આજે બે મોટા ર્નિણય લીધા છે જેમાં તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં ૧૦૦ ટકા સ્ટાફ બોલાવવાની છૂટ આપવામાં આવી છે અને માહિતી ખાતાની પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે.

માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક, વર્ગ-૧, સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-૨ની અને સિનિયર સબ એડિટર(વર્ગ-૩ તથા માહિતી મદદનીશ, વર્ગ-૩ની અને નાયબ માહિતી નિયામક, વર્ગ-૧ અને સહાયક માહિતી નિયામક (સંપાદન), વર્ગ-૨ ની પ્રિલિમિનરી પરીક્ષા તા.૨૭, જૂન, ૨૦૨૧ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે યોજાશે. સિનિયર સબ એડિટર, વર્ગ-૩ તથા માહિતી મદદનીશ, વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષા તા.૨૭, જૂન, ૨૦૨૧ ના રોજ બપોરે ૦૩.૦૦ કલાકે યોજાશે,

આ અંગેની વધુ વિગતો મેળવવા માટે ઉમેદવારો માહિતી નિયામક કચેરીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
પરીક્ષાના સ્થળ તથા કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી જાહેર કરાશે. રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર ૫ જૂન ના રોજ કાર્યરત એટલેકે ખુલ્લી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ર્નિણયની જાહેરાત કરતા વધુમાં એવો ર્નિણય પણ કર્યો છે

સોમવાર ૭ મી જૂન થી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો ૧૦૦ ટકા સ્ટાફ ની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે. ઉલ્લેખનીય છે કે આ કચેરીઓમાં અગાઉ સંક્રમણ વધી જતા સ્ટાફને કામ કરવા પર ૫૦ ટકાનો કાપ મૂકવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો પરંતુ રાજ્યમાં હવે કોરોના વાયરસના કેસની સ્થિતિ થાળે પડી જતા ધીરે ધીરે સરકાર જનજીવનને સામાન્ય બનાવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.