સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં બાળકીને પ્રવેશ અપાયો
મોડાસા: અરવલ્લી જિલ્લામાં કાર્યરત થયેલ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં ૦૬ થી ૧૮ વર્ષની કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળી બાળાઓને પ્રવેશ આપવામાં આવે છે.
ચેરમેન, ચાઈલ્ડ વેલ્ફર કમિટી શ્રી હિરાભાઈ પટેલ, સભ્યશ્રીઓ ભાવેશભાઈ શાહ, કમળાબેન પરમાર અને મનહરભાઈ દેસાઈ તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડૉ. દિલીપસિંહ બિહોલાની ઉપસ્થિતિમાં કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળી બાળકીને સંસ્થામાં પ્રવેશ આપવામાં આવ્યો.
સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ શરૂ થયા બાદ આ પ્રથમ પ્રવેશ હોઈ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સનો અધિક્ષકશ્રી અને સ્ટાફ દ્વારા કંકુ તિલક કરી મિઠાઈ ખવડાવી બાળકીનું સ્વાગત કરવામાં આવ્યું અને બાળકીને ઘર જેવું વાતાવરણ પુરૂ પાડી યોગ્ય ઉછેર કરવા ચાઈલ્ડ વેલ્ફર કમિટી દ્વારા જણાવવામાં આવ્યું.