સરકારી જમીનમાં પ્લોટીંગ પાડી ગેરકાયદેસર વેચી માર્યા, બે વર્ષે ઝડપાયો

બેટ દ્વારકામાં લેન્ડગ્રેબિંગના ગુનામાં મુખ્ય સુત્રધારની ધરપકડ
દેવભૂમિ દ્વારકા, બેટ દ્વારકામાં બે વર્બ પહેેલા સરકારી જમીનમાં પ્લોટીંગ પાડી ગેરકાયદે વેચી મારવાની તજવીજ અંગે બેટની શાળાના સરકારી નોકરીયાતની પોલીસે ધરપકડ કરી હતી.
બેટ દ્વારકામાં સર્વે નં.૧૪૪, ૧૪૬ વાળી સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે પ્લોટીંગ પાડીને આશરે બે વર્ષ પૂૃવે આ જમીનના પ્લોટને સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી આપી લાખો રૂપિયાની છેતરપીંડી આચરવાના પ્રકરણમાં ગત તા.૪-૯-ર૧ના રોજ દ્વારકાના ભગવત વિરૂધ્ધ સર્કલ ઓફિસર હર્ષદ ડામોર દ્વારા ઓખા મરિન પોલીસમાં લેન્ડ ગ્રેબિગ અક્ટની કલમ ર(ચ) અનુસાર પોલીસ ફરીયાદ નોંધાઈ હતી.
આરોપીની અટકાયત બાદ પૂછપરછમાં બેટના રહેવાસી અને બેટની શાળામાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા વિજય ચતુરદાસ કાપડીની ગઈકાલે ે તપાસનીસ ડીવાયએસપી શારડા દ્વારા વિધિવત રીતે ધરપકડ કરાઈ છે.
આશરે સાત માસ પૂૃવે તા.૧૦-ર-ર૦ર૧ના રોજ વિજય કાપડી દ્વારા દ્વારકા પોલીસમાં રજુ કરેલા નિવેદનમાં બેટ દ્વારકાની સર્વે નં.૧૪૪ની એક એકરની જમીનને પોતાની માલિકીની ગણાવેી તે જગ્યામાં ૩૬ પ્લોટીંગ પાડી ભગવતપ્રસાદ પાઢ સાથે મળીને આ પ્લોટને અન્યોને વેચેલ હોવાનો એકરાર કર્યો હતો. પોલીસ નિવેદનમાં સરકારી જમીનને પોતાની ગણી વેચેલ હોવાનો એકરાર કર્યો હોય આ પ્રકરણમાં વિજય કાપડીની સંપૂર્ણ સામેલગીરી હોવાનું ફલિત થયુ છે.
ડીવાયએસપી સમીર શારડા દ્વારા આ મામલે હજુ પણ તપાસ ચાલુ હોઈ સંબંધિત વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર ટૂૃક સમયમાં આ પ્રકરણમાં અન્ય એક બે ઈસમની સંડોવણી પણ ખુલે એવા એધાણ વર્તાઈ રહ્યા છે. આધારભૂત વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર આ સમગ્ર પ્રકરણમાં લેન્ડગ્રેબિંગની ફરીયાદ દાખલ કરવાાં આવ્યા બાદ રાજકીય ઓથ ધરાવતા વિજય કાપડીની ભલામણોનો દોર શરૂ થયો હોય તેમ ઉચ્ચ કક્ષાએથી પોલીસે ફોન રણકવા લાગ્યા હતા.
આમ, છતાં આ મામલે પોલીસે કોઈની શેહશરમ ન રાખતા, ડીવાયએસપી સમીર શારડા દ્વારા ઉંડાણપૂર્વકની તપાસમાં વિજય કાપડીની સંડોવણી ખુલતા આખરે તેમની વિધિવત અટકાયત કરાઈ છે.