Western Times News

Gujarati News

સરકારી તંત્રે કોઈને રીફંડ માટે એટલું હેરાન ન કરવુ જાેઈએ કે તેણે હાઈકોર્ટમાં આવવુ પડે

અરજદારને રૂા.૧૪.૬૧ લાખ પરત કરવા વેટ વિભાગને આદેશ કરતા હાઈકોર્ટનો ચુકાદો

(એજન્સી) અમદાવાદ, રાજયના વેટ વિભાગને ફટકાર લગાવતા આદેશમાં હાઈકોર્ટે નોંધ્યુ હતુ કે સરકારી તંત્રએ દેશની કોઈ પણ વ્યક્તિ કે કંપનીને તેના નાણાં પરત કરવા માટે એટલી હદે હેરાનપરેશાન ન કરવો જાેઈએ કે તેણે હાઈકોર્ટ સુધી આવવાની ફરજ પડે.

આ પ્રકારના માર્મિક અવલોકન સાથે હાઈકોર્ટના જસ્ટીસ જે.બી.પારડીવાલા અને જસ્ટીસ ઈલેશ જે.વોરાની ખંડપીઠે રાજયના વેટ વિભાગને આદેશ કર્યો છે કે તેઓ અરજદારના રીફંડના રૂા.૧૪.૬૧ લાખ છ ટકા વ્યાજ સાથે છ સપ્તાહની અંદર પરત કરે. આ આદેશ સાથે હાઈકોર્ટેે અરજદારની રીટનો નિકાલ કર્યો હતો.

આ સમગ્ર મામલે મેસર્સ ધરતી ક્વોરી વર્કર્સ તરફથી હાઈકોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવી હતી. જેમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે રાજ્યના વેટ વિભાગને આદેશ કરીને કંપનીનેરૂા.૧૪.૬૧ લાખ રીફંડ આપવામાં આવે. એ ઉપરાંત સરકારી તંત્રની આ કાર્યવાહીને ગેરકાયદેસર અને મનસ્વી પ્રકારની જાહેર કરવામાં આવે.

હાઈકોર્ટે અરજદારની અરજીને ગ્રાહ્ય રાખી હતી અને નોંધ્યુ હતુ કે ‘અમે એવા તારણ પર પહોંચ્યા છીએ કે સરકારી તંત્ર અરજદારની રકમને રોકી રાખવા પાછળની કોઈ ન્યાયી સ્પષ્ટતા આપી શકી નથી. આ કાર્યવાહી વેટના કાયદાની જાેગવાઈ ઓથી વિપરીત હોવાનું પણ જણાય છે. હાઈકોર્ટે આવા જ પ્રકરણમાં આપેલા એક ચુકાદાને આદેશમાં ટાંક્યો હતો.

અને નોંધ્યુ હતુ કે સરકારી તંત્રના જક્કી વલણના પગલે આ દેશના નાગરીકે તેનું કાયદેસરનું રીફંડ પરત મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવાની ફરજ પડી રહી છે. સરકારી તંત્ર પાસે એવી અપેક્ષા રાખી શકાય કે તેમણે દેશના કોઈ નાગરીકને એટલી હદે તો હેરાન ન કરવા જાેઈએ કે જેથી તેણેે પોતાના કાયદેસરના રીફંડના નાણાં પરત મેળવવા માટે હાઈકોર્ટ જેવી ઉચ્ચ અદાલત સુધી આવવુ પડે.

કોઈપણ પ્રકારની સતા વિના સરકારી ઓથોરીટી રીફંડની રકમને અટકાવી શકે નહી.
આ પ્રકારનુૃ અવલોકન કરી હાઈકોર્ટે અરજદાર કંપનીની અરજી ગ્રાહ્ય રાખી હતી. અને વેટ વિભાગને આદેશ કર્યો હતો કે વિભાગને આ આદેશની નકલ મળે એ દિવસના છ સપ્તાહની અંદર અરજદારને રૂા.૧૪.૬૧ લાખ છ ટકાના વ્યાજ સાથે ચુકવી દેવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.