સરકારી દવાખાનાઓમાં આર્યન (લોહ તત્વની) ટેબેલ્ટ જ નથી

ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં ૧૯૬૬૬૦ બાળકો કુપોષણનો શિકાર હોવાનું હોવાનું વિધાનસભામાં ખુદ સરકારે કબુલ્યું છે અને વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કુપોષણ દૂર કરવા પક્ષાપક્ષી માં પડ્યા વગર સાથે મળીને કરવા કરવા આહવાન કર્યું હતું
બીજી બાજુ સગર્ભા મહિલાઓ અને ગર્ભમાં રહેલા ગર્ભના વિકાસ માટે ખુબ જ મહત્વની એવી લોહીની ઉણપ દૂર કરતી આર્યન (લોહ તત્વ)ની દવાનો જથ્થો કેટલાય સમય થી સરકારી દવાખાનાઓમાં ઉપલબદ્ધ ન સગર્ભા મહિલાઓએ બજાર માંથી ખરીદવા મજબુર બનવું પડી રહ્યું છે કેટલાક આરોગ્ય કેન્દ્રમાં બાળકો માટે ઉપયોગમાં લેવાતી આર્યન ટેબ્લેટ સગર્ભા મહિલાઓને આપી આરોગ્ય ક્ષેત્રનું ગાડું ગબડાવી રાખે છે
આરોગ્ય ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે તેવી ડિંગો હાંકવામાં આવી રહે છે પણ વાસ્તવિકતા એ છે કે રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,સામુહિક આરોગ્ય કેન્દ્ર,સરકારી હોસ્પિટલોની સ્થિતિ ભારે દયનિય દશા છે કુપોષણ દૂર કરવા રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ જનજાગૃતિ કેળવવા મથામણ કરી રહી છે પરંતુ છેલ્લા ૨ મહિનાથી અરવલ્લી જીલ્લામાં સરકારી દવાખાનાઓમાં આર્યન (લોહતત્વ) ની ટેબ્લેટ ઉપલબદ્ધ નથી
ગુજરાત સહીત અરવલ્લી જિલ્લા અને આદિવાસી વિસ્તારોમાં નવજાત શિશુઓ મોતને ભેટી રહ્યા છે કરોડો રૂપિયાનો ખર્ચ કાર્ય પછી પણ કુપોષણ દર ઘટવાના બદલે વધી રહ્યો છે લોહતત્વની ઉણપના લીધે અનેક સગર્ભા મહિલાઓએ જીવ ખોયો હોવાની અનેક ઘટનાઓ બની છે
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર અરવલ્લી જીલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં લોહત્વત્વની ઉણપ દૂર કરવા સગર્ભા મહિલાઓને આપવામાં આવતી આર્યન (ટેબ્લેટ) છેલ્લા બે મહિનાથી જથ્થો જ નથી
આ સ્થિતિ ગુજરાતના અન્ય કેટલાક સરકારી દવાખાનાઓમાં પ્રવર્તી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતીઆજે ગુજરાત મોડેલ અને આરોગ્યલક્ષી સેવાઓમાં ઉત્તમ હોવાનું મોડેલ સ્ટેટ તરીકે દેશમાં પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે ત્યારે સગર્ભા મહિલાઓ અને ગર્ભમાં રહેલા બાળકોના વિકાસ માટે આર્યન ડેફિસિએંસી દૂર કરવાની ટેબ્લેટ નો જથ્થો જ ન હોય તો કેવો વિકાસ આજે ગુજરાત ક્યાં જઈને ઉભું રહેશે સરકારી દવાખાનાઓમાં તાત્કાલિક આર્યન ટેબ્લેટ ઉપલબદ્ધ કરવામાં આવે તે ખુબ જરૂરી છે