સરકારી દવાખાનામાં ૪૦ ડોઝ આવ્યા, સામે ૩૦૦ની લાઈન

File
કેશોદમાં રસીકરણ માટે જાહેરાતો મોટી પણ પૂરતી રસી જ ન આવતા હોબાળો મચ્યો
કેશોદ, યોગ દિવસથી કોરોના વેક્સિન લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકોને પ્રેરિત કરવામાં આવ્યા બાદ કોરોના વેક્સિન લઈને સુરક્ષા કવચ મેળવવા યુવાનોમાં ભારે ઉત્સાહ જાેવા મળે છે.કેશોદના સરકારી દવાખાનામાં કોઈ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે.
કેશોદ સરકારી દવાખાને આજરોજ પ્રથમ ડોઝ અને બીજાે ડોઝ લેવા માટે ટેલિફોનિક સૂચના આપવામાં આવતા ત્રણસોથી વધારે લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારે માત્ર ૪૦ ડોઝ હોવાનું જવાબદાર તંત્ર દ્વારા જણાવવામાં આવતા ધક્કામુક્કી મચી ગઈ હતી અને સોશિયલ ડિસન્સના ધજાગરા ઉડયા હતા . કોરોના રસીકરણ માટે આવેલા લોકો દ્વારા હોબાળો મચાવતા પોલીસને બોલાવવી પડી હતી.
સરકારી દવાખાને રસીકરણ કાર્યક્રમમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવતો નથી. ત્ગારે અન્ય સ્થળોએ વેક્સિનેશન કામગીરી શા માટે કરવામાં આવે છે એવા પ્રશ્નો ઉઠયા હતા. કેશોદના ચાર ચોક વિસ્તારમાં મસમોટું હોર્ડિંગ્ઝ લગાવી લોકોને અપીલ કરતા સત્તાધારી પક્ષના પદાધિારીઓ અને આગેવાનો કેશોદ શહેર તાલુકામાં કોરોના વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં વામણા સાબિત થયા છે.
જૂનાગઢ જીલ્લામાં કેશોદશહેર તાલુકામાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે જદાબદાર તંત્ર દ્વારા કેશોદ શહેર તાલુકામાં કોરોના કવચ આપવા રસીકરણ કાર્યક્રમને પ્રાથમિકતા આપવી જાેઈએ અને વધુ ડોઝ ફાળવવા માટે માંગ ઉઠી છે.
એક તરફ ત્રીજી લહેર આવવાનાં સંકેતોઆપવામાં આવી રહ્યાં છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત બનાવવા જરૂરી ડોઝ ન ફાળવી વિવાદો ઉભા કરી રહ્યુંછે. કેશોદના જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જવાબદાર હોદ્દેદારો કોરોના વેક્સિનનો જથ્થો વધારવા રજૂઆત કરશે કે પોપટ વાણી સ્વરૂપે મીઠી મીઠી મોટી વાતો જ કરશે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે.