સરકારી નોકરીઓની વયમર્યાદામાં સરકારે એક વર્ષનો વધારો કર્યો
ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની મંત્રી મંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ર્નિણય કર્યો છે કે, રાજ્ય નિતિની સાથે જાેડાવવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યની જનતાને પણ આનાથી ખુબ જ મોટો ફાયદો થવાનો છે.
બીજાે એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અંદરનો ભાવ કેવો હોય તેમના ર્નિણયથી પ્રગટ થઈ રહ્યો છે. આપણે જાણીએ છીએ કે, કોરોનાની સ્થિતિમાં અનેક પરીક્ષાઓ ભરતી માટેની તકલીફો રાજ્યના યુવાનોએ વેઠી અને સહન કરી છે.
એમાંથી તેમને બહાર કાઢવા માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાઈ રહી છે તેમાં ૧ વર્ષની છૂટછાટ આપવાનો મુખ્યમંત્રીએ ર્નિણય કર્યો છે.૧ વર્ષની ભરતીમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, એના માટે કોરોનાને કારણે જે કેટલીક પરીક્ષાઓ રદ થઈ, કેટલીક પરીક્ષાઓ ન લેવાઈ તો કેટલાક યુવાનો તેમાં એલિજેબલ ન થતા હોય. તેના કારણે પરીક્ષામાં ન બેસી શકે. તેના કારણે ૧ વર્ષની વય મર્યાદાની છૂટછાટ આપવામાં આવી છે. સરકારની સીધી ભરતીમાં વય મર્યાદાનો વધારો ૦૧/૦૯/૨૦૨૧ થી ૩૧/૦૮/૨૦૨૨ સુધી લાગુ કરવાનો ર્નિણય કર્યો છે.
કોમ્પિટિટિવ પરીક્ષાઓ દ્વારા સીધી ભરતી માટે સ્નાતક કે સમકક્ષ લાયકાતમાં બિન અનામત ઉમેદવારોમાં હાલની વય મર્યાદા ૩૫ છે તેમાં ૧ વર્ષનો વધારો કરી ૩૬ કરવામાં આવી છે.- સ્નાતક કરતા ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓના કિસ્સામાં બિન અનામત પુરૂષ ઉમેદવારો માટે ૩૩ વર્ષની વય મર્યાદા હતી જેમાં ૧ વર્ષનો વધારો કરી ૩૪ વર્ષની વય મર્યાદા કરવામાં આવી છે.
– એસટી, એસસી અને ઓબીસી અને આર્થિક રિતે નબળા પુરૂષ ઉમેદવારો આ કિસ્સામાં સ્નાતક કે સમકક્ષ લાયકાતમાં માટેની હાલની વય મર્યાદા ૪૦ હતી જેમાં ૧ વર્ષનો વધારો કરી ૪૧ કરવામાં આવી છે. જ્યારે આ કેટેગરીમાં સ્નાતકથી નીચેની કક્ષા માટે ૩૮ વર્ષની વય મર્યાદા છે તે વધારીને ૧ વર્ષ માટે ૩૯ કરવામાં આવી છે.
– મહિલાઓને ૫ વર્ષની છૂટછાટ મળતી હોય છે તે પછી તેમની વય મર્યાદા ૪૫ વર્ષ સુધી સિમિત રાખવામાં આવી છે.- બિન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતક કરતા ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓના કિસ્સામાં હાલમાં ૩૮ વર્ષની વય મર્યાદાની જાેગવાઈ છે જેમાં ૧ વર્ષનો વધારો કરી ૩૯ વર્ષની વય મર્યાદા કરવામાં આવી છે.
– સ્નાતક કક્ષાની જગ્યાઓમાં બિન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં હાલની ૪૦ વર્ષની વય મર્યાદામાં વધારો કરીને ૪૧ વર્ષ કરવામાં આવ્યા છે.
– એસસી, એસટી, ઓબીસી અને ઈબીસીના વર્ગની મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતકથી નીચેની લાયકાતવાળી જગ્યાઓમાં હાલની વય મર્યાદા ૪૩ છે જે ૧ વર્ષ વધારીને ૪૪ કરવામાં આવી છે. જાે કે, આ કેટેગરીમાં ૪૫ વર્ષની વય મર્યાદા સિમિત છે.
– રાજ્યની સરકારની સેવા અનેકે જગ્યાઓમાં એસસી, એસટી અને એસીબીસી તેમજ મહિલા કેટેગરીમાં મહત્મ રીતે નક્કી કરેલી વય મર્યાદામાં ૫ વર્ષની છૂટછાટ. કોઈપણ સંજાેગોમાં ૪૫ થી વધે નહીં તે પ્રકારે નક્કી કરવામાં આવ્યું છે.HS