સરકારી નોકરી અપાવવાની લાલચ આપી પાંચ વ્યક્તિ સાથે છેતરપિંડી
સરકારી નોકરી અપાવવાની લાલચ આપી લીમખેડાના મોટી બાંડીબાર ગામ ની એક મહિલા સહિત પાંચ જણા પાસેથી રૂપિયા ૪૦ હજાર લેખે રૂપિયા બે લાખ લઈ લીધા બાદ નોકરી ન અપાવી અને રૂપિયા પણ પરત ન આપી ઝાલોદ તાલુકાના કારઠ ગામના એક ઠગે ગુજરાત છેતરપિંડી વિશ્વાસઘાત કર્યા નું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર દુનિયા ઝૂકતી હૈ ઝુકાને વાલા ચાહિયે ઉક્તિને સાર્થક કરતા બનેલા બનાવમાં ઝાલોદ તાલુકાના કારઠ ગામના રોયલ ભાઈ કીર્તન સિંહ લબાના ગત તારીખ ૨૦/૧૦/૨૦૨૦ ના રોજ બપોરના બે વાગ્યાના સુમારે લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે નિશાળ ફળિયામાં રહેતા અને ખાનગી નોકરી કરતા ૨૭ વર્ષીય સંધ્યાબેન પ્રદીપભાઈ પંકજભાઈ ધીંગા નામની તેમના સમાજની મહિલા ને મળ્યા હતા અને કહેલ કે મારો એક મિત્ર છે.
તે સરકારી નોકરી આપે છે તો તમારે કોઈને સરકારી નોકરી જોઈતી હોય તો રૂપિયા ૪૦,૦૦૦/- માં સરકારી નોકરી મળી જશે. તેવી લાલચ આપતા સંધ્યાબેનને નોકરી મેળવવાની ઇચ્છા થતાં તથા બીજા જુદાજુદા ચાર વ્યક્તિઓનો સંપર્ક કરી તેઓને સરકારી નોકરી અપાવવાની લાલચ આપતા તે પાંચેય જણા સરકારી નોકરી મેળવવા માટે પૈસા ખર્ચવા ની તૈયારી બતાવતા કારઠ ગામના રોયલ ભાઈ લબાના એ સંધ્યાબેન સહિત પાસે જણા પાસેથી વ્યક્તિ દીઠ ૪૦ હજાર લેખે પાંચ જણાના કુલ રૂપિયા બે લાખ લઈ લીધા હતા. નોકરી અપાવવાનો ભરોસો અને વિશ્વાસ આપ્યો હતો.
તેઓએ આ પેલી મુદત પૂરી થયા છતાં પાસે જણાને નોકરી ન મળતા તેઓએ આપેલા પૈસા પરત લેવા માટે ઉઘરાણી કરી હતી. પરંતુ રોયલ ભાઈ કીર્તન સિંહ લબાનાએ નોકરી અપાવી કે ન પૈસા પરત આપતા ઉપરોક્ત પાંચેય જણાને પોતે છેતરાયા હોવાનું જણાઈ આવતા આ સંબંધે મોટી બાંડીબાર ગામના છેતરપિંડીનો ભોગ બનેલ સંધ્યાબેન પ્રદીપભાઈએ લીમખેડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધ આવતા આ સંદર્ભે પોલીસે કારઠ ગામના રોયલભાઈ કીર્તનસિંહ લબાના વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાતનોં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.