સરકારી પ્રોજેક્ટના લોખંડના સળીયાની ચોરી કરતી વ્હાઈટ કોલર ગેંગ સક્રિય
સસ્તુ લોખંડ ખરીદનાર વિરમગામના વેપારીઓ માસ્ટર માઈન્ડ.
શહેરમાં લોખંડ પહોચે તે પહેલાં જ અમદાવાદ જીલ્લાની અવાવરૂ જગ્યા પર તેને કાઢી લેવાય છેઃ વિરમગામના વેપારીઓ સસ્તા ભાવે લોખંડની ખરીદી કરે છે
ટ્રકચાલક રૂપિયાની લાલચે સળીયાની ચોરી કરતા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર મોટા મોટા પ્રોજેક્ટ માટે મોડી રાતે લોખંડના સળીયા ભરેલી ટ્રક અમદાવાદ આવે છે. ટ્રકચાલક એટલો ચાલાક હોય છે કે તે થોડાક રૂપિયાની લાલચમાં આવી સળીયાની ચોરી કરતી ગંગને સાથે આપે છે. અમદાવાદ જીલ્લામાં નિયત કરેલી અવાવરૂ જગ્યા પર ચાલક થોડાક કલાક માટેે પોતાની ટ્રકને ઉભી રાખે છે.
જેમાં ચોર ટોળકી આવી જાય છે. અને તેમાંથી કેટલાંક લોંખડના સળયા કાઢી લે છે. લોખંડની ચોરી થઈ ગયા બાદ ટ્રક સરકારી પ્રોજેક્ટની જગ્યા પર પહોંચે છે. જ્યાં સીક્યોરીટી ગાર્ડને રીસિપ્ટ આપીને લોખંડ ઉતારી દે છે. પ્રોજેક્ટની જગ્યા પર વજન કાંટો નહીં હોવાના કારણે કેટલા ટન લોખંડ ઓછુ છે એનો અંદાજ આવી શકતો નથી.
સસ્તુ લોખંડ ખરીદનાર વિરમગામના વેપારીઓ માસ્ટર માઈન્ડ. મોનિટરીંગ સેલ ગત મહિને લોખંડના સળીયાની ચોરીનો ભેદ ઉકેલી દેતા નારોલના અસ્ફાક સહિતની ગેંગની ધરપકડ કરી લીધી હતી. અસ્ફાક કાંકરીયા રેલ્વે યાર્ડથી લોખંડના સળીયાની ચોરી કરતો હતો.
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ મેટ્રો રેેલ, રિવરફ્રન્ટ સહિતના મોટા મોટા સરકારી પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. જેમાં લાખો ટન લોખંડની જરૂર પડે છે. સરકારી પ્રોજેકેટ માટે ઉપયોગમાં લેવાતા લોખંડને બારોબાર વેચી દેવાના મસમોટા કૌભાંડો અમદાવાદ જીલ્લામાં ચાલતા હોવાનો પર્દાફાશ થયો છે.
જ્યારે લોખંડના સળીયા ભરેલી ટ્રક શહેરમાં આવે તે પહેલાં જ અમદાવાદ જીલ્લાની કોઈ અવાવરૂ જગ્યાએ ેતેને રોકવામાં આવે છે. અને બાદમાં કેટેલાક લોખંડના સળીયાનો જથ્થો કાઢી લેવામાં આવે છે.
શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે લોકો કોઈપણ હદ સુધી જતા હોય છે. તસ્કરો, ઘરફોડીયા, ખાલી ચોરીનાી ઘટનાનને અંજામ આપતા નથી. પરંતુ સમાજનો એક એવો પ્રતિષ્ઠીત વર્ગ પણ છે જે ચોરીનો ખેલ ખેલીને કરોડપતિ બની ગયો છે. આવા વ્હાઈટ કોલર ચોર હજુ સુધી પોલીસ ચોપડે નોંધાયા નથી. એની પાછળનું કારણ એ છે કે એ રૂપિયાના જાેરે પોલીસ તેમજ સરકારી બાબુઓને પોતાના ખિસ્સામાં રાખે છે.
અમદાવાદમાં અબજાે રૂપિયાના સરકારી પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. જેમાં લાખો ટન લોખંડની જરૂર પડે છે. લોખંડનો ભાવ થોડાક દિવસ પહેલાં આસમાને પહોંચી ગયો હતો અને જેના કારણે મકાનોના ભાવ પણ વધી ગયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર સરકારી પ્રોજેક્ટ માટે આવતા લોખંડના સળીયાની ચોરી કરતી વ્હાઈટ કોલર ગેંગ સક્રિય થઈ ગઈ છે.