સરકારી ભરતી પર કોઇ રોક નહીં,પહેલાની જેમ જ ભરતીઓ થશે: નાણાં મંત્રાલય

નવીદિલ્હી, નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે સરકારી પોસ્ટની ભરતી પર કોઇ રોક લગાવવામાં આવી નથી સરકારી એજન્સીઓ જેવી કે એસએસસી યુપીએસસી રેલવે રિક્રેટમેંટ બોર્ડ વગેરે દ્વારા ભરતી પહેલાની જેમ જ કરવામાં આવશે મંત્રાલયે કહ્યું છેકે વ્યય વિભાગનું જે સર્કુલર છે તે પદો માટે નિર્માણ માટે આંતરિક પ્રક્રિયાથી સંબંધીત છે અને આ કોઇ પણ રીતે ભરતીને પ્રભાવિત કરતું નથી. ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન રાજકોષીય નુકસાનમાં ભારે વૃધ્ધિની આશંકા વચ્ચે સરકારે તમામ મંત્રાલયો વિભાગોથી બિન જરૂરી ખર્ચાને ઓછા કરવા માટે કહ્યું હતું સરકારે મંત્રાલયો વિભાગોથી પરામર્શકોની નિયુક્તિની સમીક્ષા કરવા આયોજનોમાં કાપ કરવા અને છપાઇ માટે આયાતિત કાગળનો ઉપયોગ બંધ કરવાની સલાહ આપી હતી.
વ્યય વિભાગે કહ્યું હતું કે નાણાં મંત્રાલયે ખર્ચના સારા પ્રબંધન પર આ નિર્દેશ જાહેકસ વ્યયની ગુણવત્તાના સુધારા બિન વિકાસાત્મક ખર્ચને નિયંત્રિત કરવા અને મહત્વપૂર્ણ પ્રાથમિકતા વાળી યોજનાઓ માટે યોગ્ય સંસાધન સુનિશ્ચિત કરવાનું ધ્યાનમાં રાખતા આપ્યું છે. વિભાગ તરફથી કહેવામાં આવ્યું હતું કે વર્તમાન રાજકોષીય સ્થિતિ તથા સરકારના સંસાધનો પર દબાણને જાેતા બિન પ્રાથમિકતા વાળા ખર્ચાને ઓછું કરવા અને તર્કસંગત બનાવવાની જરૂરત છે. જેથી પ્રાથમિકતા વાળા ખર્ચ માટે સંસાધન સુનિશ્ચિત કરવામાં આવે.
મંત્રાલયે કહ્યું હતું કે પરામર્શકોનું શુલ્ક નક્કી કરતી વખતે એ વાતની સાવધાની દાખવવામાં આવે કે તેનાથી તેના દ્વારા કરવામાં આવેલ કાર્યોની ગુણવત્તા અને માત્રા પ્રભાવિત થાય નહીં નવા પદોના સૃજનની બાબતમાં કહેવામાં આવ્યું છે કે તેના પર પ્રતિબંધ રહેશે કેટલાક મામલામાં વ્યય વિભાગની અનુમતિથી નવા પદોનું સૃજન કરી શકાય છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતુ ંકે જાે એક જુલાઇ ૨૦૨૦ બાદ જાે કોઇ નવા પદ બનાવવામાં આવ્યા છે જેના માટે વ્યય વિભાગની મંજુરી લેવામાં આવી નથી અને તેના પર જાે નિયુક્તિ નથી થઇ તો તેને ખાલી જ રાખવામાં આવે.HS