સરકારી વિભાગોની જેમ હથિયારોના કારખાના ચલાવવામાં આવતા, હવે બંધનો તૂટી રહ્યાં છેઃ વડાપ્રધાન મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ‘ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભર ભારત’ વિષય પર આયોજીત વેબિનારમાં સંબોધન કરતા કહ્યુ કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અમારો પ્રયાસ છે કે ડિફેન્સ મેન્યુફેક્ટરિંગમાં બંધનોને તોડવામાં આવે. આ દરમિયાન ભારતમાં રક્ષા ઉત્પાદન સાથે જોડાયેલા સ્ટેક હોલ્ડર્સ પણ હાજર રહ્યાં હતા.
પીએમ મોદીએ કહ્યુ, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં અમારો પ્રયાસ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા બંધનોને તોડવાનો છે. અમારો ઉદ્દેશ્ય છે કે ભારતમાં જ ઉત્પાદન વધે, નવી ટેકનિક ભારતમાં વિકસિત થાય અને ખાનગી સેક્ટરનો આ ક્ષેત્રમાં વધુ વિસ્તાર થાય, તે માટે અમે મહત્વના પગલાં ભર્યા છે.’ તેમણે કહ્યું કે, આજે અહીં થઈ રહેલા મંથનથી જે પરિણામ મળશે, તેનાથી આત્મનિર્ભરતાના આપણા પ્રયાગને ગતિ મળશે. દાયકાઓથી ઓર્ડનન્સ ફેક્ટરીઝને સરકારી વિભાગોની જેમ ચલાવવામાં આવતી હતી. તેમણે કહ્યું કે, એક સીમિત વિઝનને કારણે દેશને નુકસાન થયું, સાથે ત્યાં કામ કરનારા મહેનતી, અનુભવી અને કુશલ શ્રમિક વર્ગને પણ ખુબ નુકસાન થયું છે.