સરકારી સંપત્તિઓ વેચવાનો ઇમરાન સરકારે નિર્ણય લીધો
ઇસ્લામાબાદ, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા દેશને આર્થિક સંકટથી બહાર લાવવા માટે પીએમઓમાં ઉભેલી કાર અને ભૈંસોની હરાજીથી શરૂ થયેલ અભિયાન હવે દેશની બહુમૂલ્ય પરંતુ બેકાર પડેલ સંપત્તિઓને વેચવા સુધી પહોંચી ગયું છે. તેમની સરકારે હવે વિદેશી અને પાકિસ્તાની રોકાણકારોને આકર્ષિત કરવા માટે સરકારી બેકાર પડેલ સંપત્તિને વેચવાનો નિર્ણય કર્યો છે.
ડોન અખબારમાં છપાયેલ એક રિપોર્ટ અનુસાર ઇમરાન સરકારની યોજના આ કવાયત વચ્ચે દેશમાં રોકડના સંકટનો સામનો કરવાનો છે.ઇમરાનના હવાલાથી અખબારે લખ્યું છે કે દુર્ભાગ્યથી ગત સરકારોએ બેદરકારીને કારણે આ બહુમૂલ્ય સંપત્તિઓને યોગ્ય ઉપયોગ કર્યો નથી. તેમણે કહ્યું કે અબજાની સંપત્તિ થવા છતાં કેન્દ્રની વિવિધ સરકારી સંસ્થાન દર વર્ષે અબજા રૂપિયા નુકસાનમાં છે.
આ કવાયતમાં અવરોધ નહીં પહોંચાડવા માટે ઇમરાનને ચેતવણી આપી કે બિન ઉપયોગવાળી આ સરકારી સંપત્તિઓની ઓળખના કામમાં અવરોધ ઉભો કરનારા અધિકારીઓને છોડવામાં આવશે નહીં એ યાદ રહે કે આર્થિક બદહાલીથી બહાર લાવવા આઇએમએફે આ વર્ષ જુલાઇમાં પાકને છ અબજ ડોલરની લોન આપી હતી.આ ઉપરાંત પાકિસ્તાને ચીન અને સાઉદી આરબ જેવા દેશોથી પણ અબજા ડોલરની લોન લઇ રાખી છે.
પાકિસ્તાની અખબાર ડોને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ સંપત્તિઓને દુબઇ એકસપોમાં વેચવામાં આવશે અને તેનાથી મળનારી રકમને શિક્ષા,આરોગ્ય ભોજન અને આવાસ સાથે સંબંધિત લોક કલ્યાણકારી યોજનાઓ પર ખર્ચ કરવામાં આવશે દેશના ખાનગીકરણ સચિવ રિજવાન મલિકે કહ્યું કે આ અપ્રયુક્ત રાજય સંપત્તિઓનો ઉપયોગ રોકાણકારોને આકર્ષિત કરવા માટે કરવામાં આવ્યો છે.